GSTV

કોરોનાનું સૌથી ભયાનક સ્વરૂપ આવ્યું સામે, જો શરીરમાં નબળાઈ આવે તો સીધા હોસ્પિટલ પહોંચો

કોરોના

સામાન્ય રીતે ડેન્ગયુ તાવમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા થતા હતા પરંતુ હવે કોરોના પણ ડેન્ગયુના વેશમાં દર્દી પર પ્રહારો કરી રહ્યું છે. તેમાં અચાનક જ દર્દીના પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટીને 20 હજારથી પણ નીચે આવી જાય છે. જ્યારે તપાસમાં ડેન્ગ્યુ નીકળતો નથી. આવા દર્દી મોટાભાગે કોરોનાની ગંભીર અવસ્થામાં પહોંચ્યા બાદ મળી રહ્યા છે.

મેનેજ કરવામાં મુશ્કેલીઓ

પીજીઆઈમાં ડૉકટરે તેના પર રિસર્ચ પણ શરૂ કરી દીધું છે પીજીઆઈના પ્રોફેસર અનુપમ વર્માએ જણાવ્યું કે, અચાનક દર્દીઓના પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટવાથી મેનેજ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. પીજીઆઈમાં એડમિટ લોકબંધુ હોસ્પિટલના ડોક્ટરની પ્લેટલેટ્સ દાખલ થયાના બીજા જ દીવસે 10 હજારે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં આ સામે આવ્યું છે કે, કોરોના દર્દીના ઈમ્યુન કોમ્પલેક્સને પ્રભાવિત કરે છે. જેમાં મોનોસાઈટ અને મૈકરોફેજ સેલ ઉપર હૂમલો થાય છે. તેનાથી બોડીમાં પ્લેટલેટ્સની ઉણપ આવે છે. જ્યારે પહેલા કરતા ઓછું થઈ જાય છે. આ કારણે જ પ્લેટલેટ્સ કાઉન્ટ અચાનક પડી જાય છે.

બોન મૈરોને ઈફેક્ટ કરી રહ્યું છે

આવા દર્દી મોટાભાગે ગંભીર અવસ્થામાં હોય છે. તેના પ્લેટલેટ્સ ચડાવવામાં આવે છે અને જરૂરત પડ્યે પ્લાઝમાં થેરેપી દેવામાં આવે છે. બોન મૈરોને ઈફેક્ટ કરી રહ્યું છે. કોરોના ડો. અનુપમે જણાવ્યું છે કે, આ ફેરફાર આ દિવસોમાં જોવા મળ્યો છે. કોરોના દર્દીને થોમ્બોસિસ થઈ રહ્યો છે. જેમાં લોહીના જામી જાય છે. તેમાં ટીપીઈ ઈન્જેક્શન દેવામાં આવે છે. જેના ક્લોટ મળી જાય છે. પરંતુ કેટલાક દર્દીઓને ટીપીઈ દેવાથી તેની નસો ફાટી જાય છે. જેના કારણે અંદરના ભાગમાં રક્ત સ્ત્રાવ થઈ જાય છે. તેને સીવિયર થોમ્બોસાઈટોપીનિયા કહે છે. તેમાં જોવા મળ્યું છે કે, કોરોના વાયરસના દર્દીના બોનમૈરોને ઈફેક્ટ કરી રહ્યાં છે. જેના કારણે સમસ્યા સામે આવી છે.

ડેન્ગ્યુની તપાસ જરૂરી

ડોક્ટરે જણાવ્યું હતું કે, આજની પરિસ્થિતિમાં કોરોના દર્દીઓને ડેન્ગ્યુની તપાસ કરાવવી જરૂરી છે. ખાસ કરીને એવા દર્દી જેના પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી રહ્યાં હોય. તેનાથી જાણી શકાશે કે તેનું કારણ કોરોના છે કે ડેન્ગ્યુ. તેના ઉપર શોધ પણ કરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

ડ્રગ્સ કેસ: રિયા અને શોવિકની મુશ્કેલીઓ વધી, આ કારણે બોમ્બે હાઇ કોર્ટમાં સુનાવણી ટળી

Bansari

કેવી હશે ગ્રેટર નોઈડામાં બનનારી ફિલ્મ સીટી, યોગી આદિત્યનાથની આશા થશે ફળીભૂત

Mansi Patel

શું આ રીતે ભણશે ગુજરાત ! શહેરી વિસ્તારોમાં આટલી શાળાઓ કરવી પડી છે બંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!