GSTV
Home » News » આ છે બોલીવુડની Super Hot મૉમ્સ, સ્ટાઇલીશ લુક અને કાતિલ અંદાજથી કરોડો દિલો પર કરે છે રાજ

આ છે બોલીવુડની Super Hot મૉમ્સ, સ્ટાઇલીશ લુક અને કાતિલ અંદાજથી કરોડો દિલો પર કરે છે રાજ

બોલીવુડના સ્ટાર કિડ્ઝની ચર્ચાઓ તો થતી જ રહે છે પરંતુ આ કિડ્સની મૉમ પણ ઓછી ઉતરે એમ નથી. બોલીવુડની આ સુપર મૉમ્સ તમને ફિટનેસ માટે એક ઉદ્દેશ નક્કી કરવા માટે મજબૂર કરી શકે તેમ છે કારણ કે આ હૉટ મૉમ્સનો સ્ટાઇલીશ અંદાજ અને ફિગર જોઇને તમે મોહી પડશો.

મલાઇકા અરોરા

આ ફિટ મૉમ્સમાં પહેલું નામ આવે છે મલાઇકા અરોરાનું. મલાઇકા અરોરાને જોઇને કહી ન શકે કે તેનો 14 વર્ષનો એક દિકરો પણ છે. આ ‘છૈયા છૈયા’ ગર્લ 45ની ઉંમરમાં પણ હૉટ લાગે છે.

કરીના કપૂર ખાન

કરીના કપૂર કરતાં પણ વધુ ચર્ચામાં રહે છે તેનો લાડલો તૈમૂર. 38 વર્ષની કરીના બોલીવુડમાં ઝીરો ફિગરનો ટ્રેન્ડ લાગી અને આજે પણ તે જીમમાં એટલો પરસેવો પાડે છે કે તે જોઇને તમને ઉભા ઉભા પરસેવો મળી જશે.

ચિત્રાંગદા સિંહ

બોલીવુડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંગે ભારતીય ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા અને તેમનો એક દિકરો પણ છે. ચિત્રાંગદાનું ફિલ્મી કરિયર ભલે એટલું ખાસ ન હોય પરંતુ ફિટનેસના મામલે તે ખરેખર સુપરહિટ છે. 42 વર્ષની ઉંમરે પણ તે 21 વર્ષની હોય તેવું લાગે છે.

શિલ્પા શેટ્ટી કુંદ્રા

બોલીવુડમાં હૉટ ફિગરના કારણે હંમેશા ચર્ચામાં રહેતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી એક દિકરાની માતા છે. તેના પુત્રનું નામ વિયાન છે. વર્ષ 2009માં તેણે લંડન બેઝ્ડ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. પ્રેગનેન્સી દરમિયાન શિલ્પાનું વજન ઝડપથી વધ્યું હતું પરંતુ જિમમાં પરસેવો પાડીને શિલ્પા ફરીથી સ્લીમ એન્ડ સેક્સી અવતારમાં પરત ફરી છે. 43 વર્ષની શિલ્પાના હૉટ ફિગર પરથી આજે પણ લોકોની નજર નથી હટતી.

મીરા રાજપૂત

શાહિદ કપૂરની પત્ની કઇ સેલેબ્રીટી નથી છતાં તે પોતાના લુક્સને લઇને ચર્ચામાં રહે છે. મીરા લેક્મે ફેશનવીકનો હિસ્સો રહી હતી. જો કે આ લિસ્ટમાં મીરા સૌથી નાની છે પરંતુ બે બાળકોની માતા બન્યા બાદ પણ તે પોતાની જાતને રીતે મેઇન્ટેઇન કરે છે તે ખરેખર પ્રશંસનીય છે.

Read Also

Related posts

આજે કરવા ચોથ, જાણો કેટલા વાગ્યે ઉગશે ચાંદ

Dharika Jansari

દુનિયાના 80 કરોડ લોકો કુપોષણનો શિકાર, બાળકોમાં સૌથી વધુ પ્રમાણ

Mayur

અમદાવાદ : ફટાફટ ભરી દેજો ટ્રાફિક દંડ નહીંતર દસ દિવસ બાદ લાયસન્સ સાથે આ મહત્વની વસ્તુ કેન્સલ થઈ જશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!