GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

‘વાયુ’ જ નહી, આ શક્તિશાળી ચક્રાવાતોએ પણ દેશભરમાં મચાવી હતી તબાહી, ‘ભોલા’એ તો લીધાં હતાં 5 લાખના જીવ

અરબ સાગરમાં હવાના ઓછા દબાણની સ્થિતી ઉભી થવાના કારણે ઉત્પન્ન થયેલા ‘વાયુ’ની 13 જૂને ગુજરાત પહોંચવાની આશંકા છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં તોફાન ગંભીર રૂપ લઇ શકે છે. આ દરમિયાન હવાની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની આશા છે. ચાલો જાણીએ ભારતમાં આવેલા સૌથી શક્તિશાળી ચક્રાવાત વિશે….

ફેની ચક્રાવાત

મે 2019માં આવેલા આ તોફાનની સૌથી વધુ સર ઓડિશામાં જોવા મળી. આ તોફાનમાં 60થી વધુ લોકોના મોત થયા. તોફાનનો સૌથી વધુ પ્રભાવ પુરીમાં જોવા મળ્યાં જ્યાં આશરે 40 લોકોના મોત નિપજ્યાં.

ભોલા ચક્રાવાત

3 નવેમ્બર 1970માં આવેલા ભોલા ચક્રાવાતે તત્કાલીન પૂર્વી પાકિસ્તાન (બાંગ્લાદેશ) અને ભારતના પશ્વિમ બંગાળમાં ઉત્પાત મચાવ્યો હતો. આ ભારતમાં આવેલાં સૌથી શક્તિશાળી ચક્રાવાતોમાં પ્રથમ સ્થાને છે. તેમાં ઓછામાં ઓછા 5 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં હતાં.

ઓડિશા ચક્રાવાત

vayu storm Gujarat

25 ઓક્ટોબર 1999માં આવેલા ઓડિશા ચક્રાવાતમાં 10405 લોકોના મોત નિપજ્યાં હતા. આ ચક્રાવાત દરમિયાન હવાની સ્પીડ 260 કિમી પ્રતિ કલાકે પહોંચી ગઇ હતી.

આંધ્રપ્રદેશ ચક્રાવાત

14 નવેમ્બર 1977ના રોજ આંધ્ર પ્રદેશમાં આવેલા ચક્રાવાતમાં સત્તાવાર રૂપે 10 હજાર લોકોના મોત નિપજ્યાં હતા. આ દરમિયાન હવાઓની સ્પીડ 250 કિલોમીટર પ્રતિ કલાકે પહોચી ગઇ હતી.

ઉત્તર હિંદ મહાસાગર ચક્રાવાત

ત્રણ જાન્યુઆરીથી 7 ડિસેમ્બર 1969 દરમિયાન આવેલા નાના-મોટા તોફાનોમાં આશરે 11735 લોકોના મોત થયાં હતાં.

નીલમ ચક્રાવાત

28 ઓક્ટોબર 2012માં આવેલા ચક્રાવાત નીલમ દરમિયાન 75 લોકોના મોત નિપજ્યાં હતાં જ્યારે 1000થી વધુ લોકો ઘાયલ થયાં હતાં.

હુડહુડ ચક્રાવાત

7 ઓક્ટોબર 2014ના રોજ આવેલા હુડહુડ ચક્રાવાતમાં 124 લોકોના મોત નિપજ્યાં હતા. આ ચક્રાવાતે અંડમાન-નિકોબાર, આંધ્રપ્રદેશ, વિશાખાપટ્ટનમ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં તબાહી મચાવી હતી.

શા માટે આવે છે ચક્રવાત ?

ગરમ વિસ્તારોમાં સમુદ્રમાં સુર્યની ભયંકર ગરમીથી હવા ગરમ થઈને વાયુદાબ ઉત્પન્ન કરે છે. હવા ગરમ થઈને ઝડપથી ઉપર આવે છે. જેના પરિણામે વાદળોનું નિર્માણ થાય છે. આ હવાઓ ખૂબ ઝડપી હોય છે. વાદળોની ગર્જના સાથે મૂસળધાર વરસાદ પણ થાય છે. કોઈ વાર ઝડપથી ઘૂમતી હવાઓનું ક્ષેત્ર હજારો કિલોમીટર સુધીનું હોય છે. પરિણામે ભારે ગરમીનો સામનો કરેલ સમુદ્ર બાદમાં ચક્રવાતનું નિર્માણ કરે છે. કહી શકાય કે ઉનાળાના અંતમાં મોટાભાગના ચક્રવાતો સક્રિય બની જતા હોય છે.

કયા વિસ્તારોમાં પ્રભાવિત થાય છે ?

ભારતના તટવર્તી વિસ્તારોમાં જેવા કે ઓડિશા, ગુજરાત, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવામાં તોફાનો સૌથી વધારે સક્રિય થાય છે. હાલમાં જ ઓડિશા અને કોલકત્તામાં ફાની તોફાન આવ્યું હતું. જે પછી આ વર્ષનું આ બીજુ તોફાન છે. જેની અસર ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થવાની છે.

કેવી રીતે પડે છે નામ ?

વિશ્વ હવામાન વિભાગ અને યૂનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફાર એશિયા એન્ડ પેસિફિક દ્રારા ક્રમશ: પ્રક્રિયાઓ પ્રમાણે કોઈ ચક્રવાતનું નામકરણ કરવામાં આવે છે. આઠ ઉત્તર ભારતીય સમુદ્રી દેશ (બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ) એક સાથે મળીને આવનારા ચક્રવાતોના 64 નામો નક્કી કરે છે. જ્યારે ચક્રવાત આ આઠ દેશોના કોઈ પણ વિસ્તારમાં પહોંચે છે. નિયમ પ્રમાણે આગામી નામ ચક્રવાતનું રાખી દેવામાં આવે છે. આ આઠ દેશો તરફથી જણાવવામાં આવેલા નામના પહેલા અક્ષર અનુસાર ક્રમ નક્કી કરવામાં આવે છે. અને એ ક્રમ પ્રમાણે જ આ ચક્રવાતોના નામ રાખવામાં આવે છે. 2004માં નામકરણની આ પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.

Vayu Cyclone Arabian Sea

સમુદ્રી ચક્રવાતના નામ

દેશ લિસ્ટ-1 લિસ્ટ-2 લિસ્ટ-3 લિસ્ટ-4 લિસ્ટ-5 લિસ્ટ-6 લિસ્ટ-7 લિસ્ટ-8
બાંગ્લાદેશ ઓનિલ ઓગની નિશા ગિરી હેલન ચપાલા ઓખી ફણિ
ભારત અગ્નિ આકાશ બિજલી જલ લહર મેઘ સાગર વાયુ
માલદીવ હિબારૂ ગોનૂુ આઈલા કેઈલા મદી રોઉન મેકૂન હિકા
મ્યાંમાર પ્યાર યેમાઈન ફયાન થાને નનૌક ક્યાંટ ડેઈ ક્યાર
ઓમાન બાઝ સિદ્ર વાર્ડ મુર્ઝન હુડહુડ નાડા લુબન માહા
પાકિસ્તાન ફાનૂસ નરગીસ લૈલા નિલમ નિલોફર વર્ધા તિતલી બુલબુલ
શ્રીલંકા માલા રશ્મી બંદુ વિયારૂ અશ્હોબા મારૂથા ગાઝા પવન
થાઈલેન્ડ મુકડા ખાઈમુક ફેત ફૈલિન કોમન મોરા ફેથઈ એમફૈનRead Also

Related posts

ગુજરાતના આ સાંસદને દિલ્હીમાં જોઈએ આલિશાન બંગલો, સૌરાષ્ટ્રના મંત્રી દ્વારા શરૂ કર્યું લોબિંગ

Karan

રમતના મેદાનને લઈને સરકારે જાહેર કરેલો પરિપત્ર માત્ર કાગળ પર, રાજ્યની સાડા પાંચ હજારથી વધુ શાળાઓમાં મેદાન જ નથી

Nilesh Jethva

High BP ના દર્દી આ બે વસ્તુને પોતાની ડાયટમાં કરો સામેલ, કંટ્રોલમાં રહેશે તમારુ હાઈ બ્લડ પ્રેશર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!