GSTV

આ છે દુનિયાના સૌથી ધનવાન પરિવાર, જેમાં એક ભારતીય પરિવારનો પણ સમાવેશ

અંગ્રેજી સમાચારની એક વેબસાઈટના જણાવ્યા પ્રમાણે બ્લૂમબર્ગે 2019ના દુનિયાના સૌથી ધનવાન પરિવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં એવા પરિવારોને સામેલ કરવામાં આવ્યા છે, જેમણે પોતાની સંપત્તિ અને માલિકી અંગેની જાણકારી આપી છે. તો આવો જાણીએ કોણ છે ટોપ ટેનમાં ધનવાન પરિવાર અને કેટલી છે તેમની સંપત્તિ.

  • દુનિયાનો સૌછી ધનવાન પરિવારમાં વોલટન પરિવાર આવે છે. વોલમાર્ટ કંપનીના માલિકના આ પરિવારની કુલ સંપ્ત્તિ 190.5 અબજ ડૉલર છે.
  • આ યાદીમાં બીજા નંબરે માર્સ પરિવાર આવે છે. જે માર્સ વર્જિનિયા કંપનીના માલિક છે. જેની કુલ સંપત્તિ 126.5 અબજ ડૉલર છે.
  • ત્રીજા નંબરે આ યાદીમાં કોચ પરિવાર આવે છે. જે કોચ ઈંડસ્ટ્રીના માલિક છે. જેમની કુલ સંપત્તિ 124.5 અબજ ડૉલર છે.
  • આ યાદીમાં ચોથા સ્થાને સાઉદી અરબના અલ સઉદ પરિવાર આવે છે. જેઓ સઉદી અરબિયા કંપનીના માલિક છે. અલ સઉદ પરિવારની કુલ સંપત્તિ 100 અબજ ડૉલર છે.
  • આ યાદીમાં પાંચમાં સ્થાને સૌથી ધનવાન પરિવાર વેર્દાઈમર પરિવાર આવે છે. જે શનેલ બ્રાંડ કંપનીના માલિક છે. જેમની કુલ સંપત્તિ 57.6 અબજ ડૉલર છે.
  • સૌથી અમીર પરિવારોની યાદીમાં છઠ્ઠા સ્થાને Hermes પરિવાર આવે છે, જે Hermes પેરિસ કંપનીના માલિક છે. આ પરિવારની કુલ સંપત્તિ 53.1 અબજ ડૉલર છે.
  • આ યાદીમાં સાતમે સ્થાને છે Van Damme, De Spoelberch, De Mevius પરિવાર આવે છે. જે Anheuser-Busch InBev, Belgium કંપનીના માલિક છએ. આ પરિવારની કુલ સંપત્તિ 52.9 અબજ ડૉલર છે.
  • આ યાદીમાં આઠમા સ્થાને Boehringer, Von Baumbach પરિવાર આવે છે, જે Boehringer Ingelheim, Germany કંપનીના માલિક છે. આ પરિવારની કુલ સંપત્તિ 51.9 અબજ ડૉલર છે.
  • આ યાદીમાં નવમાં સ્થાને અંબાણી પરિવાર આવે છે. જે રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના માલિક છે. આ પરિવારની કુલ સંપત્તિ 50.4 અબજ ડૉલર છે.
  • આ યાદીમાં દશમાં સ્થાને Cargill, MacMillan પરિવાર આવે છે. જે Cargill, Minneapolis કંપનીના માલિક છે. આ પરિવારની કુલ સંપત્તિ 42.9 અબજ ડૉલર છે.

READ ALSO

Related posts

શું 14 એપ્રિલ બાદ પણ સમગ્ર દેશમાં અમલમાં રહેશે લોકડાઉન ? મોદી સરકારનો આ છે માસ્ટર પ્લાન

Ankita Trada

કોરોના: આર્થિક સંકટને પહોંચી વળવા કેબિનેટની બેઠકમાં નિર્ણય, સાંસદોના પગારમાં એક વર્ષ માટે ૩૦ ટકા કાપ

pratik shah

Coronavirus: દુનિયાભરમાં 13 લાખથી વધુ લોકો ઘાતક વાયરસના ભરડામાં, 74 હજારના મોત, અમેરિકામાં કેર યથાવત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!