GSTV
Gujarat Government Advertisement

રશિયા / 40 વર્ષમાં આપ્યો હતો એટલા બાળકોને જન્મ કે નોંધાયો સૌથી વધુ સંતાનોની માતા હોવાનો વિશ્વ રેકોર્ડ

Last Updated on June 8, 2021 by Vishvesh Dave

સ્ત્રી તેના જીવનકાળમાં કેટલી વાર ગર્ભવતી થઈ શકે છે? 5-10-15? તમને જાણીને આશ્ચર્ય થશે કે એક મહિલા તેના જીવનકાળમાં 27 વાર ગર્ભવતી થઈ અને તેણે કુલ 69 બાળકોને જન્મ આપ્યો. તમે પણ આશ્ચર્યચકિત થશો કે આવું કેવી રીતે થઈ શકે, તેથી અમે તમને તે પણ જણાવીશું.

આ આખો મામલો રશિયાનો છે અને 18 મી સદીનો છે. જ્યાં વેલેન્તિના વાસિલ્યેવ નામની મહિલાએ તેના જીવનમાં 69 બાળકોને જન્મ આપ્યો. આ દરમિયાન, તે 27 વખત ગર્ભવતી થઈ, જેમાં જોડિયા 16 વખત જન્મ્યા, ત્રણ બાળકો સાત વખત અને ચાર બાળકો ચાર વખત જન્મ્યા.

વેલેન્તિનાના ખોળાને વિશ્વનો સૌથી વધુ ફળદ્રુપ હોવાનું ગૌરવ પ્રાપ્ત છે. આ બાળકો 40 વર્ષના ફર્ટાઈલ સર્કલમાં જન્મેલા છે, જે એક મોટો રેકોર્ડ છે. તેમાંથી જોડિયાઓનું મોત નીપજ્યું હતું, આ પછી પણ, કુલ 67 બાળકો જીવંત રહ્યા.

વેલેન્તિના વાસિલ્યેવના પતિનું નામ ફ્યોડોર વાસિલ્યેવ હતું. તે રશિયાનો ખેડૂત હતો. ફ્યોડોર પણ બીજા લગ્ન કર્યા હતા અને બીજી પત્નીથી 18 બાળકોનો જન્મ થયો હતો. જેમાંથી 6 વાર જોડિયા અને બે વાર ત્રિવિધિઓનો જન્મ થયો હતો.

ફ્યોડોરને કુલ 87 બાળકો હતા, જેમાંથી 85 સંપૂર્ણ રીતે બચી ગયા હતા. તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ શામેલ કરવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે તે સમયે તબીબી વિજ્ઞાનમાં એટલી પ્રગતિ નહોતી થઈ, તેમ છતાં, ઘણા બાળકો પેદા કરવા તે કોઈ ચમત્કારથી ઓછું નથી.

ALSO READ

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!