GSTV
Home » News » હોંગકોગના મોટાભાગના લોકો રહે છે તાબુતમાં, ટોયલેટ અને કિચન હોય છે એકસાથે

હોંગકોગના મોટાભાગના લોકો રહે છે તાબુતમાં, ટોયલેટ અને કિચન હોય છે એકસાથે

હોંગકોંગમાં રહેવા માટે જગ્યા મળતી નથી અને તેના માટે લકો તાબૂતનુમા ઘરોમાં રહેવા મજબૂર બને છે. 15 સ્ક્વેયર ફિટનો આ છોકરો બોક્સ તાબૂતના જેવું હોવાના કારણે જેને કોફિન ક્યૂબિકલ કહેવાય પણ છે.

કેનેડિયન ફોટોગ્રાફર બેની લેમે આ ક્યૂબિકલ્સ અને અહીં રહેનારા લોકોની જિંદગીના ફોટા લીધા છે. પ્રોપર્ટીની કિંમત દિવસેને દિવસે વધતી જાય છે. એવામાં મોટા શહેરો અને દેશમાં ખરાબ સ્થિતિ છે. જે ભાગ ડેવલેપ થયો છે, ત્યાં જમીનના નાના ટુકડાંની કિંમત વધારે છે. હોંગકોંગ પણ આ તકલીફમાંથી પસાર થઈ રહ્યો છે.

લગભગ 7.5 મિલિયન આબાદી વાળા હોંગકોંગમાં સેન્સસ બતાવે છે તે એક મોટી આબાદી આ કોફિન ક્યૂબિકલ્સમાં પોતાનો વસવાટ કરે છે. કેમ કે દેશ પાસે વિસ્તાર માટે developable જમીનનો ટુકડો પણ બાકી નથી. કોઈ વિકલ્પ નથી અને મકાનના ભાડાની કિંમત પણ વધારો થતો હોવાના કારણે લોકો મજબૂર થઈને બોક્સમાં રહેવા લાગ્યા છે. બક્સેનુમાના ઘરોમાં કિચન અને ટોયલેટ એક સાથે હોય છે, જે ઘણા નાના હોય છે અને લાકડાં અથવા તારને જોડીને બનાવવામાં આવે છે.

કોફિન ક્યૂબિકલ બનાવવા વાળા લોકો રિયલ એસ્ટેટ સાથે સંબંધ ધરાવે છે. કેઝ અથવા કોફિન બનાવવા માટે લોકો 400 સ્ક્વેયર ફિટનું ઘર ભાડા પર લે છે અથવા ખરીદે છે. પછી તેને 20 ડબલ ડેકર પથારી સાથે કોફીન ક્યૂબિકલમાં બદલે છે. દરેક પથારીનો ભાવ $250 USD એટલે લગભગ 17,781 મહિનાની આસપાસ છે.

આ બક્સેનુમા મકાનોમાં ખાલી સિંગલ યુવક અથવા યુવતીઓ જ નહીં પણ પૂરેપૂરો પરિવાર અહીં રહે છે. હોંગકોંગમાં અંડરપ્રિવિલેજ્ડ લોકોના જીવનમાં સારી કામ કરી રહ્યા છે એક NGO ધ સોસાયટી ફોર કમ્યુનિટી ઓર્ગનાઈઝેશન અનુસાર લગભગ 2 લાખ લોકો, જેમાં 40 હજાર બાળકો સામેલ છે, આ ઘરોમાં રહે છે.

અહીં રહેનારા મોટાભાગના લોકો રેસ્ટોરન્ટમાં વેટર, ક્લીનર, મોલ્સમાં સિક્યોરિટી ગાર્ડસ અને ડિલીવરીનું કામ કરે છે. ઘરોનું ભાડુ ચૂકવી શકતાં નથી અને આ પ્રકારના ઘરોમાં રહેવાનું પસંદ કરે છે. ઘરો પણ એટલા નાના હોય છે કે 6 ફૂટની ઉંચાઈ વાળો માણસ સીધો ઊભો પણ નથી રહી શકતો. સૂવા માટે પગ બરાબર લાંબા પણ નથી કરી શકતા.

છેલ્લા 10 વર્ષમાં કેઝ અથવા કોફિન ક્યૂબિકલ્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. બસ ખાલી ફર્ક એટલો છે કે પહેલાં તે તારથી જોડાયેલા હતા, જ્યારે લાકડાંનું બનાવવામાં આવે છે, જેથી રહેનારને થોડી પ્રાઈવેસી મળી શકે છે. આ ઘરોમાં અલગ-અલગ ઉંમર અને જેંડરના લોકો રહે છે. બેની જણાવે છે કે આ ફોટોગ્રાફી માટે હજારો સીડીઓ ચઢ્યા હતા.

Read Also

Related posts

મુંબઈની ગલીઓમાં દિશા દેખાઈ મિનિ શોર્ટ્સ સાથે ક્રોપ જેકેટમાં, હતો એકદમ HOT અંદાજ

NIsha Patel

રાગિની MMS રિટર્ન્સની રાગિનીનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Kaushik Bavishi

નરેન્દ્ર મોદી માત્ર રાજકારણી કે વક્તા નહીં લેખક પણ છે, આ 12 પુસ્તકો લખી ચૂક્યા છે

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!