GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

આ છે દુનિયાના પાંચ સૌથી હેલ્દી ફૂડ, કાયમ તરોતાજા રહેવા માટે રોજીંદા આહારમાં આજે જ સામેલ કરો

દરેક માણસની તંદુરસ્તીનું રાજ તેના ડાઈટમાં છૂપાયેલુ હોય છે. આપણા ડાઈટમાં સ્વસ્થ શરીર માટે જરૂરી તમામ પોષક તત્ત્વો હોવા અતિ જરૂરી છે. વૈજ્ઞાનિકોએ હાલમાં જ ખાવાની 100થી વધારે વસ્તુ પર સંશોધન કર્યુ છે. આ શોધમાં તેમને પાંચ એવી પૌષ્ટિક વસ્તુ મળી છે. જે ડેઈલી ન્યૂટ્રિશનલ ડાઈટ માટે અતિ જરૂરી છે.

ચિયા બીજ

પોષક તત્વોથી ભરપૂર ચિયા બીજ આપણા શરીર માટે અતિ લાભકારક છે. શરીર માટે જરૂરી ફાઈબરનું તેમા સારા એવા પ્રમાણમાં હોય છે. 100 ગ્રામ ચિયા સિડ્સમાં 486 કિલો કેલરી હોય છે. આ ઉપરાંત તેમાં 42.1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 34.4 ગ્રામ ફાઈબર હોય છે. એટલુ જ નહીં વિટામીન બી-1, બી-3 અને બી-9થી ભરપૂર ચિયા બીજમાં કોપર, આયરન, પોટોશિયમ અને ઝિંક પણ મળી રહે છે.

ફ્લેટ ફિશ

જો તમે નોનવેજિટેરિયન છો, તો તમારે તમારા ડાઈટમાં હાઈ પ્રોટિન અને લો સૈચુરેટેડ ફેટ વાળી ફ્લેશ ફિશને સામેલ કરવાનુ ન ભૂલો. 100 ગ્રામ ફ્લેટ ફિશમાં 86 કિલો કેલરી ઉપરાંત 15.2 ગ્રામ પ્રોટિન હોય છે. જ્યારે તેમાં ગુડ ફેટની માત્રા 2.37 અને કાર્બોહાઈટ્રેડ બિલકુલ હોતુ નથી.

ફ્લેટ ફિશમાં વિટામીન બી-3, બી-9, બી-12 ને વિટામીન ડીનું સારા એવા પ્રમાણમાં સ્ત્રોત હોય છે. જેમા કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમની પર્યાપ્ત માત્રા જોવા મળે છે.

સીતાફળ

100 ગ્રામ સીતાફળમાં શરીરને 75 કિલો કેલેરી મળે છે. સાથે જ તેમાં 17.7 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 1.57 ગ્રામ પ્રોટિન અને 12.87 ગ્રામ શુગરની માત્રા સામેલ હોય છે.

સીતાફળમાં વિટામીન બી-1, બી-2, બી-3,બી-9 અને વિટામીન ઈ અને સીનું સારુ એવુ પ્રમાણ હોય છે. જેમાં 10 મિલીગ્રામ કેલ્શિયમ, 17 મિલિ ગ્રામ મેગ્નિશિયમ અને 26 મિલીગ્રામ ફોસ્ફરસ , 287 મિલીગ્રામ પોટેશિયમ અને 7 મીલી ગ્રામ સોડિયમની માત્રા હોય છે.

બદામ

બદામના ચમત્કારી ગુણો વિશે કોણ નથી જાણતું. 100 ગ્રામ બદામથી આપણા શરીરમાં 21.15 ગ્રામ પ્રોટિન મળે છે. જેમાંથી 579 કિલો કેલરી ઉપરાંત 21.55 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 21.15 ગ્રામ પ્રોટિન, 12.87 ગ્રામ ફેટ, 31.55 ગ્રામ મોનો સેચુરેટેડ ફેટ અને 12.5 ગ્રામ ફેટ મળે છે. બદામમાં વિટામી બી-1., બી-2, બી-3, બી-6,બી9 અને વિટામીન ઈનુ સારા એવા પ્રમાણમાં માત્રા હોય છે.આ ઉપરાંત બદામમાં કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને ઝિંકની માત્રા રહેલી હોય છે.

અંજીર

અંજીર અનેક પ્રકારની બિમારીમાં કામ આવે છે. અંજીરમાં 249 કિલો કેલરી હોય છે. જેમાં ખાસ્સા મોટા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, તે તમારા હાડકાન મજબૂત બનાવે છે. અંજીરમાં પોટેશિયમ વધુ પ્રમાણમાં હોય છે. અને સોડિયમ ઓછુ હોય છે. એટલા માટે હાઈ બ્લેડ પ્રેસરની સમસ્યાથી બચાવે છે.

જેમાં પ્રાકૃતિક શુગર ઉપરાંત ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન અને કોપર ઉપરાંત વીટામીન એ અને વિટામીન કે હોય છે. જે શરીર માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

READ ALSO

Related posts

સુનિતા યાદવે સોશિયલ મીડિયા પર રજૂ કરી વાત, નવો ખુલાસા કરવાનો કર્યો દાવો

pratik shah

BCCIના કાર્યકારી સીઇઓ તરીકે હેમાંગ અમીનની વરણી, રાહુલ જોહરીનું લેશે સ્થાન

Bansari

અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં આજે પાનના ગલ્લાં બંધ, AMCના આ 2 નિર્ણયોથી ફફડાટ વધ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!