GSTV
Home » News » પુલવામામાં થયેલા હુમલા બાદ પાકિસ્તાનને અપાયેલો મોસ્ટ ફેવરીટ નેશનનો દરજ્જો પરત લેવામાં આવશે

પુલવામામાં થયેલા હુમલા બાદ પાકિસ્તાનને અપાયેલો મોસ્ટ ફેવરીટ નેશનનો દરજ્જો પરત લેવામાં આવશે

જમ્મુ-કાશ્મીરમાં ગુરૂવારે થયેલા આતંકવાહી હુમલા બાદ શ્રીનગરથી લઇને દિલ્હી સુધી ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર શરૂ થયો છે. પુલવામામાં થયેલા આતંકી હુમલા અંગે ગૃહપ્રધાન રાજનાથ સિંહે સીઆરપીએફના ડીજી આરઆર ભટનાગર સાથે વાત કરી. અને ઘટના અંગે વિગતો મેળવી. સૂત્રો મુજબ ગૃહપ્રધાન આજે શ્રીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં સેના, સીઆરપીએફ, જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે તમામ અધિકારીઓ સામેલ થશે. તો બીજી તરફ એનઆઇએને હુમલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે 12 સભ્યોની એક ટીમ બનાવાઇ છે. જે આજે તપાસ માટે કાશ્મીર જઇને તપાસ કરશે. એનઆઇએ ઉપરાંત એનએસજીની ટીમ પણ પુલવામા જશે. ગૃહ પ્રધાન રાજનાથસિંહે પુલવામામાં થયેલા આતંકી હુમલાની આકરી નિંદા કરી. રાજનાથસિંહે કહ્યું કે આ હુમલા પાછળ આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદ અને પાકિસ્તાનનો હાથ છે.

પાકિસ્તાનનો દરજ્જો પરત

દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પુલાવમામાં થયેલા આતંકવાદી હુમલા અંગે સમીક્ષા કરવામાં આવી. બેઠક બાદ નાણા પ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યુ હતુ કે, હુમલામાં શહીદ થયેલા જવાનો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યુ. બેઠકમાં પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલુ પાડવા તમામ તૈયારી કરવાની રણનીતિ ઘડવામાં આવી. આ ઉપરાંત પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવરીટ નેશનનો દરજ્જો પરત લેવામાં આવશે. અરૂણ જેટલીએ વધુમાં જણાવ્યુ કે, જેણે આતંકી હુમલો કર્યો છે. અને હુમલામાં માં મદદ કરનારને મોટી કિંમત ચુકવવી પડશે. અરૂણ જેટલીએ કહ્યુ કે, આવતી કાલે તમામ પાર્ટીની બેઠક બોલાવાવમાં આવી છે.

વીકે સિંહે આપ્યો જડબાતોડ જવાબ

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા અંગે કેન્દ્રીય પ્રધાન જનરલ વી.કે.સિંહે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. પાકિસ્તાન હમેશા આતંકવાદને પ્રોત્સહાન આપે છે. પાકિસ્તાન જૈશ એ મહમદ જેવા આતંકવાદી સંગઠન વિરૂદ્ધ કાર્યવાહી કરે. અને આતંકવાદી સંગઠન પર પ્રતિબંધ લગાવે.

Read Also

Related posts

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva

લ્યો બોલો ! આ રાજ્યમાં સાત વર્ષની ટેણકીને આપવામાં આવી ડૉક્ટરેટની પદવી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!