GSTV

આવી ગઇ છે ‘સૌથી મોંઘી શાકભાજી’, જલ્દી ચાખી લો તેનો ખાસ સ્વાદ નહીંતર માર્કેટમાંથી થઇ જશે ગાયબ

મોંઘી

વાંચીને તમને સવાલ જરૂર થશે કે એવી તો કઇ શાકભાજી છે જે સૌથી મોંઘી છે. જી હા, તમને કન્ફ્યૂઝ નથી કરવામાં આવી રહ્યાં પરંતુ હકીકતમાં તેને સામાન્ય બોલચાલમાં મોંઘી શાકભાજી જ કહેવામાં આવે છે. છત્તીસગઢની આ ખાસ શાકભાજી વર્ષના ગણતરીના મહિનાઓમાં જ વેચાય છે. આ ખૂબ જ ઓછા સમય માટે માર્કેટમાં આવે છે.

જે પણ લોકો છત્તીસગઢના છે તેઓ આ શાકભાજીનો સ્વાદ અને ફાયદા જાણે છે. તેથી તેની સીઝન આવતાં જ પ્રયાસ કરે છે કે ઓછામાં ઓછો એક વાર તો આ ખાસ શાકભાજીનો સ્વાદ ચાખવામાં આવે. આટલી બધી વાતો વાંચ્યા બાદ તમે વિચારી રહ્યાં હશો કે આ મોંઘી શાકભાજીના આટલા વખાણ થઇ રહ્યાં છે તો તેનું નામ શું છે? આ ખાસ અને મોંઘી શાકભાજીનું નામ છે ‘બોડા’ (Boda).

જાણો કેટલી છે આ ખાસ શાકભાજીની કિંમત

બોડા છત્તીસગઢની ખાસ શાકભાજી છે, જે વરસાદ શરૂ થતાં જ માર્કેટમાં આવી ગઇ છે. આ શાકભાજી મુખ્ય રૂપે બસ્તરના જંગલોમાં ઉગે છે. આ મુખ્ય રૂપે બેથી અઢી મહિના ઉગે છે, જેના કારણે આદિવાસી સમાજના લોકો આ દરમિયાન તેને વેચીની સારી કમાણી કરે છે. જો તમે લોકલ માર્કેટથી પણ આ શાકભાજીને ખરીદશો તો તે ઓછામાં ઓછી 400 રૂપિયા કિલો મળશે. આ શાકભાજી હવે મૉલ અને મોટા શહેરોમાં પણ પહોંચી ગઇ છે. જ્યાં તેની કિમત 600થી 700 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે.

આ મોઁઘી શાકભાજીનો સ્વાદ પણ છે ખાસ

મોનસૂનની શરૂઆતમાં મળતા બોડા કથ્થાઇ રંગના હોય છે, જેને જાત બોડા કહે છે. જો કે વરસાદનો એક મહિનો પૂરો થયા બાદ બોડાની ઉપરની છાલ નરમ થઇ ગઇ છે, ત્યારે તેને લાખડી બોડા કહે છે. છત્તીસગઢના સરગુજામાં બોડાને જ પુટુ કહેવામાં આવે છે. સાથે જ કેટલાંક લોકો તેને પટરસ ફુટુ પણ કહે છે.

મોંંઘી

જાણકારો જણાવે છે કે, બોડા માઇક્રોબાઇલોજિકલ ફંગસ છે, જે વર્ષના વૃક્ષોના મૂળમાંથી નીકળેલા કેમિકલથી વિકસિત થાય છે. આ વર્ષના નીચે પડેલા પાન પર જીવંત રહે છે. વરસાદમાં તે જમીનના ઉપરના સ્તર પર ઉભરી આવે છે, જેને આદિવાસી સમાજના લોકો મુશ્કેલીથી બહાર કાઢે છે. તેનો સ્વાદ ચાખી સુકેલા લોકો જણાવે છે કે બોડાનો સ્વાદ કેટલો ખાસ છે તે તેને ખાનાર જ જણાવી શકે. જે પણ તેને એક વાર ચાખી લે તેનો ચાહક બની જાય છે. બિલકુલ નેચરલ શાકભાજી છે. તેનાથી બૉડી સેલુલોઝ અને કાર્બોહાઇડ્રેટ મળે છે.

Read Also

Related posts

VIDEO/ WWEની રીંગમાં રાખીની એવી ધોલાઈ કરી નાખી કે, સીધી હોસ્પિટલમાં ભરતી કરાવી પડી

Pravin Makwana

આ રાજ્યમાં શરૂ થશે QR કોડ આધારિત હેલ્થ કાર્ડ, હેલ્થકેર ફેસિલિટીથી લઇને તમામ જાણકારી માત્ર એક ક્લિકમાં

Mansi Patel

મોદી સરકારની દરખાસ્ત ખેડૂતોએ ફગાવી/ કૃષિ કાયદા રદ કરવાની માગ પર અડગ રહ્યા ખેડૂત સંગઠન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!