આ છે દુનિયાનું અજીબ ચીડિયાઘર, તસ્વીર જોઇને મગજ કામ કરવાનુ બંધ કરી દેશે

તમે પોતાના જીવનમાં ઘણી વખત જીવ-જંતુઓને જોવા માટે ચીડિયાઘર અથવા વાઇલ્ડ લાફ પાર્ક વગેરે ફરવા ગયા હશો, જ્યાં તમે પાંજરામાં બંધ અથવા આંતરેલા વિસ્તારોમાં જ પ્રાણીઓને જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે એક એવુ પણ ચીડિયા ઘર છે, જે માણસને પાંજરામાં બંધ કરી દે છે અને પ્રાણીઓ ખુલ્લેઆમ ફરે છે.

સાંભળવામાં થોડું આશ્ચર્ય લાગે છે, પરંતુ વાસ્તવિકતા આ છે. આ ચીડિયાઘરમાં પ્રાણીઓના બદલે પ્રવાસીઓને પાંજરામાં બંધ કરી દેવામાં આવે છે. ચીનમાં એક એવું ચીડિયાઘર છે, જેનું નામ લેહે લેદુ વાઇલ્ડલાઇફ ઝૂ છે. અહીં પ્રાણીઓને ખુલ્લેઆમ ફરવા દેવામાં આવે છે અને અહીં ફરનારા લોકો પાંજરામાં બંધ જીવજંતુઓને સરળતાથી જોવે છે.

આ અજીબ ચીડિયાઘર ચીનના ચૌંગક્વિંગ શહેરમાં સ્થિત છે. ચીનનુ આ આ ચીડિયાઘર 2015માં ખોલવામાં આવ્યુ હતું. લેહે લેદુ વાઇલ્ડલાઇફ ઝૂ નામથી ચીડિયાઘરમાં મનુષ્યોને પ્રાણીઓની નજીક આવવાની અનોખી તક આપવામાં આવે છે. અહીં પ્રવાસીઓ પ્રાણીઓને પોતાના હાથથી ખાવાનું ખવડાવી શકે છે. માણસોથી ભરેલુ આ પાંજરુ પ્રાણીઓની આજુબાજુમાં લઇ જવામાં આવે છે, એટલેકે શિકારીના શિકારને પાંજરામાં રાખીને લલચાવવામાં આવે છે. ખાવાની લાલચમાં પ્રાણીઓ પાંજરાની પાસે આવે છે. ક્યારેક-ક્યારેક પાંજરાની ઉપર પણ ચડી જાય છે.

આ ચીડિયાઘરની સુરક્ષા કરનાર લોકોનું કહેવુ છે કે અમે પોતાના દર્શકોને સૌથી અલગ અને રોમાંચકારી અનુભવ મહેસૂસ કરાવીએ છીએ. ચીડિયાઘરના પ્રવક્તા ચાન લિયાંગનું કહેવુ છે કે જ્યારે કોઈ પ્રાણી તમારો પીછો કરે છે ત્યારે તે હુમલો કરી નાખે છે, અમે તે સમયની ફિલીંગને પોતાના દર્શકોને મહેસૂસ કરાવવા ઈચ્છીએ છીએ.

અહીં સુરક્ષા અને સાવધાનીનું ખાસ ધ્યાન આપવામાં આવે છે. મુલાકાતીઓને પહેલેથી જ સંભવિત સમાચારો અંગે સાવધાન કરી દેવામાં આવે છે. તેમની આંગળીઓ કોઈ પ્રાણી પોતાનો નાસ્તો ના બનાવી લે, તેમની આંગળીઓ હંમેશા પોતાના પાંજરાની અંદર રાખવાની સૂચના અપાય છે. આ ચીડિયાઘરમાં તમે લગભગ બધા ખતરનાક પ્રાણીઓને જોઇ શકો છો. અહીં તમે સિંહ, બંગાળ ટાઇગર, સફેદ વાઘ, ભાલૂ વગેરે જાનવરોને પોતાના હાથથી ચિકન વગેરે ખવડાવી શકો છો. વિશ્વમાં એવા ઘણાં ચીડિયાઘર છે, જ્યાં આવા પાંજરા છે.

આમ તો આ ચીડિયાઘરમાં સુરક્ષાને લઇને મુલાકાતીઓને કડક નિર્દેશ આપવામાં આવ્યા છે. પરંતુ આ સિવાય અહીં સુરક્ષાને લઇને કડક વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરા દ્વારા પાંજરા અને પ્રાણીઓ પર 24 કલાક નજર રાખવામાં આવે છે અને ઈમરજન્સી સ્થિતિમાં 5-10 મિનિટમાં મદદ પહોંચાડી શકાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter