GSTV
Home » News » આ 5 રીતે કાર ચલાવવાની ટેવ છે? તો હજુ સમય છે ચેતી જજો, નહીં તો ગાડી ભંગાર થઈ જશે

આ 5 રીતે કાર ચલાવવાની ટેવ છે? તો હજુ સમય છે ચેતી જજો, નહીં તો ગાડી ભંગાર થઈ જશે

દરેકનું સપનું હોય છે કે તેની પાસે એક કાર હોય. અમુક લોકો જ્યાં પોતાની કારને ખૂબ જ સંભાળીને ચલાવે છે. ત્યાં જ અમુક લોકો એવા હોય છે જે ગાડીનો સત્યાનાશ કરી નાખે છે. અને તેના માટે જવાબદાર તમારી આદતો હોય છે. તો આવો જાણીએ આવી આદતો વિશે.

ટાયર્સને નજરઅંદાજ કરવું

આવું મોટાભાગે જોવા મળે છે કે લોકો ટાયર્સમાં એર પ્રેશર નથી લગાવતા. અને ઓછી હવા છતા ડ્રાઈવિંગ કરે છે. તેના કારણે એન્જીન પર ખૂબ લોડ પડે છે અને પરફોર્મન્સ પણ ખરાબ આવે છે. જેના કારણે એન્જીનની લાઈફ ઓછી થઈ જાય છે. તેના માટે ટાયર્સમાં રેગ્યુલર હવા ચેક કરાવો અને જો ટાયર વધુ ઘસાઈ ગયા હોય તો તેને બદલાવી લો.

ખોટા ગેર શિફ્ટ

મોટાભાગે જોવા મળે છે કે લોકો કારને ઉંચા RPM પર ચલાવે છે પરંતુ સ્પીડને ઓછી નથી કરતા.  આમ કરવાના કારણે એવરેજ પર અસર પડે છે. આમ કરવાથી ગાઈડના ગિયરબોક્સ પર પણ અસર પડે છે.

અચાનક નીચા ગેરમાં શિફ્ટ થવું

હાઈ સ્પીડમાં ડ્રાઈવ કરતી વખતે લોકો અચાનક 4th ગેરમાંથી સીધો 2nd ગેરમાં ગાડીને શિફ્ટ કરી દે છે. આમ કરવાથી કારના ગેરબોક્સ અને એન્જીન બન્ને પર અસર પડે છે. અને તેના કારણે વ્હિલ સ્પીનની પણ સંભાવના વધી જાય છે.

સસ્પેન્શન્સ પર ધ્યાન ન આપવું

ગાડી ચલાવતી વખતે મોટાભાગે લોકો ભુલી જાય છે કે તેના સસ્પેન્શન પણ મોટી ભુમિકા ભજવે છે. લોકો ખરાબ રસ્તા પર ડ્રાઈવ કરે છે. આટલું જ નહીં ધણી વખત સ્પીડ બ્રેકર અને ખાડાઓ પર પણ ધ્યાન નથી આપતા. જેના કારણે સસ્પેન્શન્સ પણ ખરાબ થવા લાગે છે અને તેની ઓઈલ પર પણ અસર થાય છે.  

AC પર ધ્યાન આપવું

ગરમીમાં કારમાં સૌથી વધું ACનો ઉપયોગ થાય છે. પરંતુ ગરમી શરૂ થયા પહેલા તેની સર્વિસ પર ધ્યાન આપ્યા વગર જ ACનો ઉપયોગ કરે છે. ત્યાં જ અમુક લોકો જ્યારે કાર બંધ કરે છે ત્યારે AC બંધ કરતા નથી જેથી ફરી જ્યારે કાર ચાલુ કરે ત્યારે AC પણ ચાલું થઈ જાય છે. તેના કારણે એન્જીન પર અસર પડે છે.  

Read Also

Related posts

જામનગર : 3 વર્ષ પહેલા થયેલા રેપ કેસમાં કોર્ટે 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

Dharika Jansari

બિલ ગેટ્સને પાછળ છોડીને બીજા સૌથી મોટા પૈસાદાર બન્યા બર્નાર્ડ અરનૉલ્ટ, નેટવર્થ 7.45 લાખ કરોડ રૂપિયા

Mansi Patel

શિક્ષકોની કામગીરીમાં થયો વધારો, હવે વૃક્ષ વાવો, ફોટો પાડો અને અપલોડ કરો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!