GSTV
Home » News » રેલવેમાં ટિકિટોની કાળાબજારી મામલે એકની ધરપકડ, અનેક મોટા માથાના નામ સામે આવવાની શક્યતા

રેલવેમાં ટિકિટોની કાળાબજારી મામલે એકની ધરપકડ, અનેક મોટા માથાના નામ સામે આવવાની શક્યતા

ફરી એકવખત જીએસટીવીના અસરદાર અહેવાલનો પડઘો પડ્યો છે. રેલવે વિભાગમાં ટિકિટોની થતી કાળાબજારી અંગે જીએસટીવીના અહેવાલ બાદ રેલવે પોલીસે આ કાંડના આરોપી મોસીન નામના શખ્સની ધરપકડ કરી છે. રેલવે પોલીસના જાપ્તામાં આવી ગયેલો મોસીન રેલવેની ટિકિટોની કાળાબજારીના કૌભાંડની એક કડી માત્ર છે. આ કૌભાંડમાં રેલવે વિભાગના અધિકારીઓ તેમજ બીજા પણ લોકો સંડોવાયેલા હોય શકે છે.

તપાસમાં સામે આવ્યુ છેકે મોસીન છેલ્લા 3 વર્ષની ટિકિટનો કાળો કારોબાર કરતો હતો. આ પહેલા પણ મોસીન પોલીસના હાથે ચઢી ચૂકેલો છે. મોસીન જે રેડ મિર્ચી નામના સોફટવેરથી પીએનઆર હેક કરીને ટિકિટો બુક કરતો હતો. આ સમગ્ર કૌભાંડ ત્યારે સામે આવ્યુ જ્યારે થોડા સમય પહેલા યોગ એક્સપ્રેસમાં હરિદ્વાર જવા માંગતા અંદાજે 144 મુસાફરોને તેમની ટિકિટ યોગ્ય ન હોવાનું કહીને ટ્રેનમાંથી ઉતારી દેવાયા હતા. તે સમયે એજન્ટ અને અધિકારીઓએ આ મામલો સામે ન આવે તે માટે ઉતારી દેવાયેલા મુસાફરોને તાત્કાલીક બસમાં હરિદ્વાર મોકલાયા હતા.

જો કે આ મામલામાં કૌભાંડ અંગે જીએસટીવીના અહેવાલ બાદ અંતે રહી રહીને રેલવે તંત્ર જાગ્યુ છે અને હવે આરોપી મોસીનની ધરપકડ કરીને તેના કોમ્પ્યુટર તેમજ રેડ મિર્ચી સોફ્ટવેરની તપાસ શરૂ કરી છે. જરૂર પડયે પોલીસ સાયબર ક્રાઇમની પણ મદદ લેશે. ત્યારે જો આ કાંડમાં ઉંડાણપૂર્વક તપાસ થાય તો મોટા અધિકારીઓના નામ સામે આવે તો નવાઇ નહીં.

READ ALSO

Related posts

UPSC ઈન્ટરવ્યુમાં પુછ્યું કે નબળી અંગ્રેજી સાથે કેવી રીતે ચલાવશો પ્રશાસન, મળ્યો આ જવાબ

Kaushik Bavishi

ઓનલાઈન શોપિંગમાં નકલી બ્રાન્ડના સામાનથી બચવા માટે એમેઝોન લાવી રહ્યું છે આ ખાસ સર્વિસ, આ રીતે કરશે કામ

Arohi

પાકિસ્તાનમાં આતંકીઓએ હોસ્પિટલને બનાવી લોન્ચ પેડ, સીમાની પાસે દેખાયા 30 આતંકી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!