બદલાતી ઋતુમાં મચ્છરનો ઉપદ્રવ વધી જતો હોય છે. લોકો મચ્છરથી બચવા માટે વવિધ ઉપાય અજમાવે છે. તેમાં સૌથી ફેમસ છે મોસ્કિટો રિપ્લેન્ટ, મચ્છર મારવાની અગરબત્તી અને મચ્છર મારવાના રેકેટ અને કેટલાક લોકો મચ્છરદાનીનો ઉપયોગ કરે છે. આ ઉપાય લોકો સૌથી વધુ અજમાવતા હોય છે. હાલમાં ઉનાળાની શરૂઆતમાં આજ વરસાદી વાતાવરણ હોવાને કારણે મચ્છરનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. અને લોકો પોતાની અનુકૂળતા અનુસાર મચ્છરથી છુટકારો મેળવવાનો ઉપાય અજમાવે છે.

જો કે મચ્છર મારવાના રેકેટ પણ આજકાલ ખુબ ચલણમાં છે. જો કે તેને સમયાંતરે રિચાર્જ કરવા પડતા હોય છે. તેને વીજળીથી ચાર્જ કરીને મચ્છરોને મારી શકાય છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે આ મોસ્કિટો રેકેટ કેટલા વોલ્ટેજ સાથે કરંટ જનરેટ કરીને મચ્છરને મારે છે. ? જો આતળો જ આંચકો માનવીને લાગે તો શું કોઈ નુકસાન થઈ શકે? જો બાળકને આટલો કરંટ લાગે તો શું થાય ? આજે અમે તમને આ વિશે વિગતવાર માહિતી આપીશું.
મચ્છર નાશક રેકેટ સામાન્ય રીતે બેટરી પર ચાલે છે. તેની બેટરીને પહેલા રિચાર્જ કરવામાં આવે છે અને પછી રેકેટનો ઉપયોગ કરવામાં આવે છે. રૂમમાં હાજર તમામ મચ્છરોને મારીને વ્યક્તિ શાંતિથી સૂઈ શકે છે. આ રેકેટ ઉચ્ચ વોલ્ટેજનો આંચકો આપે છે, પરંતુ કરંટ ખૂબ જ ઓછો હોય છે. આ આંચકાથી મચ્છર મરી જાય છે. તેમાં 500 થી 3000 વોલ્ટનો વોલ્ટેજ હોઈ શકે છે, પરંતુ કરંટ ખૂબ ઓછો છે. આવા રેકેટમાં વીજ કરંટ બહુ થોડા માઇક્રોએમ્પિયરની રેન્જમાં જ હોય છે. આટલો ઓછો પ્રવાહ મનુષ્યને નુકસાન કરી શકતો નથી. જો તેને ખુલ્લા હાથે સ્પર્શ કરવામાં આવે તો તે કરંટનો થોડો આંચકો આપી શકે છે. તેમાંથી નીકળતો કરંટ માત્ર નાના જીવો જેમ કે મચ્છર કે માખીઓને મારી શકે છે. આ વૈધાનિક ચેતવણી દરેક રેકેટ સાથે ચોક્કસપણે લખેલી છે કે તેને બાળકોની પહોંચથી દૂર રાખવી જોઈએ.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મોસ્કિટો કિલર રેકેટમાં હાઈ વોલ્ટેજ જનરેટર સર્કિટ લગાવવામાં આવે છે. આ રેકેટનો સૌથી મહત્વનો ભાગ છે. તેના સર્કિટનું કાર્ય ડાયરેક્ટ કરંટ (DC) વોલ્ટેજને ઉચ્ચ વોલ્ટેજ AC માં કન્વર્ટ કરવાનું છે. જ્યારે તે બદલાય છે ત્યારે તે 200-230 વોટનો આંચકો ઉત્પન્ન કરે છે.
એમ્પીયર અને માઇક્રોએમ્પીયર બંને વિદ્યુત પ્રવાહના એકમો છે, પરંતુ તેમની તીવ્રતા અલગ છે. એમ્પીયરને A દ્વારા સૂચવવામાં આવે છે, જ્યારે માઇક્રોએમ્પીયરને (µA) દ્વારા સૂચિત કરવામાં આવે છે. એમ્પીયર મોટા પ્રમાણમાં કરંટ માપવા માટે લખવામાં આવે છે અથવા બોલાવવામાં આવે છે. નાના ઇલેક્ટ્રિક ઉપકરણો માત્ર માઇક્રોએમ્પીયર પર કામ કરે છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો