GSTV

સાવધાન / કોરોનાના કહેર વચ્ચે આ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું, ડેન્ગ્યુ અને ટાઇફોઇડ સહિતના કેસો વધ્યાં

Last Updated on July 27, 2021 by Dhruv Brahmbhatt

સુરતમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળાએ માથું ઉચક્યું છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ સહિત વાયરલ ફીવરના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે આ કેસોની સંખ્યા ખૂબ ઓછી હોવાનું પાલિકા માની રહી છે. ભયભીત તંત્રએ મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે પ્રયાસો શરૂ કર્યાં છે.

મેલેરિયાના ચાલુ વર્ષે માત્ર 185 કેસ નોંધાયા

ખાસ 1 હજાર 500 જેટલાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોની મદદથી મચ્છરોના બ્રિડિંગ શોધી નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ગત વર્ષે મેલેરિયાના 750 જેટલા કેસો નોંધાયા હતાં. જ્યાં ચાલુ વર્ષે માત્ર 185 કેસ નોંધાયા છે. ગત વર્ષે ડેન્ગ્યુના 570 કેસો નોંધાયા હતાં. જે ચાલુ વર્ષે 350 જેટલાં સામે આવ્યાં છે.

jaundice

હાલમાં કમળાના 40 કેસો સામે આવ્યાં

ગત વર્ષે કમળાના 77 કેસો સામે આવ્યાં હતાં. જેની સામે હાલમાં 40 કેસો સામે આવ્યાં છે. પાણીજન્ય રોગોને શોધી કાઢવા માટે જે-તે વિસ્તારમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યાં હતાં. પાણીમાં બેક્ટેરિકલ અને કેમિકલની તપાસ કરવામાં આવી રહી છે. શહેરના અર્બન હેલ્થ સેન્ટરો, સરકારી હોસ્પિટલ અને ખાનગી ક્લિનિકમાં નોંધાતા ફીવરના કેસોને પણ નોટિફાય કરવામાં આવી રહ્યાં છે. જે વિસ્તારમાં ફિવરના કેસો નોંધાઈ રહ્યાં છે ત્યાં તાત્કાલિક પાલિકાની ટિમ મોકલવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ચૂંટણીમાં 150 પ્લસના ટાર્ગેટને પૂર્ણ કરવા ભૂપેન્દ્ર પટેલની ટીમને શિરે મોટી જવાબદારી, નવનિયુક્ત મંત્રીઓને દિલ્હી હાઇકમાન્ડની તાકીદ

Dhruv Brahmbhatt

GST કાઉન્સિલ/ પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા ગુજરાત સહિતના રાજ્યોની ‘ના’, ભાવ ઓછા થવાની આશા નહિવત

Damini Patel

પર્દાફાશ/ પાકિસ્તાનના ઇશારે ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવરતું, થયો આ ચોંકાવનારો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!