મસ્જીદ પર આંતકી હુમલો: બાંગ્લાદેશ-ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ રદ્દ

ન્યુઝીલેન્ડમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ મેચ રદ્દ થઇ છે. ન્યુઝીલેન્ડની મસ્જીદમાં નિર્દોષ લોકો પર અંધાધૂત ગોળીબાર કરીને આતંકીઓએ કહેર વર્તાવ્યો હતો. આતંકી હુમલાને ધ્યાને લઇને બાંગ્લાદેશ-ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ વન-ડે મેચ રદ્દ કરવાની ફરજ પડી છે. મસ્જીદમાં થયેલા આતંકી હુમલામાં અનેક નિર્દોષ લોકો શહિદ થયા છે.

જ્યારે આતંકી હુમલો થયો તે જ સમયે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ મસ્જીદમાં પ્રવેશ કરવાની તૈયારીમાં હતી. જો કે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનાં સદસ્યો સુરક્ષિત છે, પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ હેગેલ ઓવલમાં શનિવારે રમાનારી બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ રદ કરી છે.

આજે હુમલો થયો ત્યારે બાંગ્લા ટીમ મસ્જીદમાં જુમ્માની નમાઝ પઢવા માટે મસ્જીદ તરફ જઇ રહિ હતી. સુરક્ષિત રીતે બાહર નિકળીને ટીમ હેગેલ ઓવલ પહોંચી હતી. હાલમાં બાંગ્લા ટીમને એક હોટેલમાં સુરક્ષિત રાખવામાં આવી છે. કોઇ પણ શખ્સને હોટેલમાં આવવા-જવા પર પ્રતિબંધ છે. બાંગ્લાદેશનાં ઓપનર ખેલાડી તમીમ ઇકબાલ ખાને જણાંવ્યું કે ભયાનક અનુભવ હતો. આંતકીઓ અંધાધૂધ ગોળીબાર કરી રહ્યા હતાં. તમીમે કહ્યું કે પુરી ટીમ સલામત છે. આ અનુભવ ભયાવહ હતો. અમારા માટે દુઆ-પ્રાર્થના કરજો.

ન્યુઝીલેન્ડનાં વડાપ્રધાન જેસિન્ડા અર્ડને જણાંવ્યું કે આજનો દિવસ ન્યુઝીલેન્ડ માટે કાળો દિવસ છે.  તેમણે હુમલાની નિંદા કરતા જણાં વ્યું કે, મસ્જીદમાં નમાઝીઓ પર હુમલો હિંસાનું અસાધારણ સ્વરૂપ છે. અમારા માટે બ્લેક ડે સમાન છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter