GSTV

મોટા સમાચાર/ મોદી સરકારના મંત્રીનું કોરોનાથી થયુ મોત, રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડી થયા હતા કોરોનાથી સંક્રમિત

દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. રોજબરોજ દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડીનું કોરોનાના કારણે નિધન થયું છે. એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી.

એઈમ્સમાં ચાલી રહી હતી સારવાર

રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડીનું કોરોનાના કારણે નિધન થયું છે. 11 સપ્ટેમ્બરના રોજ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેની સારવાર એઈમ્સમાં ચાલી રહી હતી. રેલ રાજ્યમંત્રીના નિધનથી રાજકારણમાં શોકનો માહોલ છવાયો છે. કોવિડ -19 ભારતમાં ચેપના નવા કેસોનો રેકોર્ડ બની રહ્યો છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં અમેરિકા બાદ બીજા સ્થાને ભારત છે. ભારતમાં કોરોના કેસની સંખ્યા હવે 56 લાખને વટાવી ગઈ છે. તે જ સમયે, કોરોનાને કારણે અત્યાર સુધીમાં લગભગ 90,000 લોકોએ જીવ ગુમાવ્યો છે.

કોરોનાથી મૃત્યુ પામનારા અંગડી કર્ણાટકના બીજા સાંસદ છે. આ પહેલા અશોક ગસ્ટી થોડા દિવસો પહેલા જ કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. તેઓ રાજ્યસભાના સાંસદ હતા. સુરેશ લોકસભાના સાંસદ હતા.

રેલ રાજ્ય મંત્રીનું કોરોનાથી નિધન થતા વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યુ હું કે, સુરેશ અંગડી એક અસાધારણ વ્યક્તિ હતા. જેમણે કર્ણાટકમાં પાર્ટીને મજબૂત કરવા માટે ખૂબ મહેનત કરી છે. તેઓ એક સમર્પિત સાંસદ હતા અને પ્રભાવશાળી મંત્રી પણ હતા. તેમનું નિધન અત્યંત દુખ દાયી છે. દુખની આ ઘડીમાં મારી સાંત્વના તેમના પરિવાર અને મિત્રો સાથે છે. શાંતિ

11 સપ્ટેમ્બરના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

આપને જણાવી દઈએ કે 11 સપ્ટેમ્બરના રોજ જ સુરેશ આંગડી કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે ખુદ ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કરતા લખ્યું છે કે ‘આજે મારો કોવિડ -19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. હું ઠીક છું હું ડોકટરોની સલાહ લઈ રહ્યો છું. તેમણે કહ્યું, “હું છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને વિનંતી કરું છું કે તેઓની તંદુરસ્તીની સંભાળ રાખે અને જો કોરોનાનાં લક્ષણો જોવા મળે તો તેમની તપાસ કરાવવી.”

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે અંગડીના નિધન પર દુખ વ્યક્ત કરતા કહ્યુ છે કે, કોરોનાથી રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડીના મૃત્યુના સમાચાર સાંભાળી દુખી થયો છે. પ્રભૂ તેમના આત્માને શાંતિ આપે. કોઈ પણ વ્યક્તિ કોરોનાના હલ્કામાં ન લે. આ બહુ ખતરનાક છે.

ચાર વખત રહ્યા સાંસદ

સુરેશ અંગડી 2004, 2014 અને 2019 માં ચૂંટાયેલા કર્ણાટકના બેલાગવી મત વિસ્તારના ચાર વખતના લોકસભા સાંસદ હતા. બેલાગવીના કોપ્પા ગામે જન્મેલા સુરેશ આંગડીએ જિલ્લાની રાજા લખમગૌડા લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી.

તેઓ એક શિક્ષણવિદ પણ હતા, જેમની સંસ્થાઓ વાણિજ્ય, વિજ્ઞાન, કમ્પ્યુટર વિજ્ઞાન, વ્યવસાયિક વહીવટ અને ઇજનેરીના અભ્યાસક્રમો થાય છે. સુરેશ આંગડી પાછળ પત્ની અને બે પુત્રીઓ છોડી ગયા છે.

Related posts

સરકારી ગોદામમાં સડી ગઈ 32,000 ટન ડુંગળી, બફર સ્ટોકમાં વધી છે હવે ફક્ત 25 હજાર ટન ડુંગળી

Pravin Makwana

મેહબૂબા મુફ્તીના ઘરે ગુપકાર બેઠક: ફારૂક અબ્દુલ્લાએ કહ્યું: ભાજપના વિરોધમાં હોવાનો અર્થ રાષ્ટ્ર વિરોધી નથી

pratik shah

મિર્જાપુર વેબ સિરીઝના વિરોધમાં ઉતર્યા ભાજપ સાંસદ અનુપ્રિયા, જિલ્લાને બદનામ કરવાનો લગાવ્યો આરોપ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!