ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરોડોની કિંમતના લૂંટાયેલા હીરા આંગડિયા પેઢીને પરત અપાવ્યા છે. ગત ઓક્ટોબર મહિનામાં આંગડિયા પેઢીના માણસો અમરેલીથી ટ્રાવેલ્સમાં બેસીને સુરત જતાં હતાં. આ દરમિયાન મોડી રાત્રે ધોળકા પાસે એ જ બસમાં બેઠેલા 11 માણસોએ બસ રોકાવીને કરોડોની લૂંટ ચલાવી હતી. બસમાંથી આંગડિયા પેઢીના માણસો પાસેથી કિંમતી હીરા તથા રોકડ રકમ મળી કુલ રૂ. 2 કરોડ 75 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ લુંટારાઓ બસમાંથી નીચે ઉતરી કારમાં બેસીને ફરાર થઈ ગયાં હતાં. આ ઘટના બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આંગડિયા પેઢીના કર્મચારીના લૂંટ કેસનો કરોડોનો મુદ્દામાલ વેપારીને પરત અપાવ્યો છે.


સુરત હીરા બજારમાં ખુશી જોવા મળી રહી છે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 299 નંગ હીરાનું પાર્સલ વેપારીને પરત અપાવ્યું છે. ગુજરાતમાં લૂંટ કરવામાં પકડાયેલો મુદ્દામાલ પહેલી વાર કોઈને પરત આપવામાં આવ્યો છે. આજે સુરત આંગડીયા એસોસિએશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં લૂંટનો 2.65 કરોડનો હીરાનો મુદ્દામાલ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પરત કરાયો છે. હીરા વેપારીઓને પોતાનો કરોડો રુપિયાનો માલ પરત મળતા સુરત હીરા બજારમાં ખુશી જોવા મળી રહી છે.

પોલીસે આરોપીઓનો પીછો કરીને પકડી લીધા હતા
ધોળકા પાસે લૂંટની ઘટના બનતાં ફરિયાદીએ અમદાવાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસ તથા આણંદ જીલ્લા પોલીસે આરોપીઓનો પીછો કરીને સંયુક્ત ઓપરેશનથી આણંદના મહેળાવ–સુણાવ રોડ પરથી નવ આરોપીઓને ઝડપી લીધા હતા અને 299 હીરા જપ્ત કર્યા હતા. નવ આરોપીઓએ આ ગુનાના કામે વપરાયેલા હથીયારો દેશી બનાવટના ત્રણ તમંચા, 8 જીવતા કાર્ટીજ, 3 છરા જેવા મારક હથિયારો પણ કબ્જે કર્યા હતા.આ લૂંટમાં આરોપીને પકડવા માટે ત્રણ જિલ્લાની પોલીસ અને સુરત સિટી પોલીસની ટીમ કામે લાગી હતી. તપાસ દરમિયાન પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ આરોપીને પણ ઝડપી પાડ્યા હતા. આમ કુલ 14 આરોપીને આ કેસમાં પકડવામાં આવ્યા છે. તેમજ તેમના વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવી છે.
READ ALSO
- Women’s Health/ હાર્ટ એટેક અને મેનોપોઝના લક્ષણોમાં ના રહેશો બેદરકાર, નજરઅંદાજ કરવું ભારે પડશે
- વિશ્વની સૌથી સુંદર ક્રિકેટરો, બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેની આગળ ઝાંખી લાગશે, તેમનું સૌંદર્ય તમને દિવાના બનાવી દેશે
- જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ 2 દિવસના ભારતના પ્રવાસે, કર્ણાટકના ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટ આપી
- ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર
- મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ