GSTV
India News ટોપ સ્ટોરી

મોદી સરકારના મંત્રીને ડર હતો કોરોના વાયરસનો, સ્પેનના એક તબીબને મળ્યા બાદ લાગ્યો હતો ચેપ, આખરે આ આવ્યો રિપોર્ટ

કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને કોરાનાની શક્યતા જણાતા કેરળના ત્રિવેન્દ્રમમાં પોતાને અલગ રાખ્યા હતા. જોકે હવે તપાસ બાદ મોદી સરકારના આ મંત્રીનો રિપોર્ટ નેગેટિવ હોવાનું બહાર આવ્યું છે. મુરલીધરને કોરોનાવાયરસ ( coronavirus )ચેપની શંકાના આધારે પોતાને અલગ રાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે વી મુરલીધરને 14 માર્ચે ત્રિવેન્દ્રમની એક તબીબી સંસ્થામાં બેઠકમાં ભાગ લીધો હતો. તે સમયે ત્યાં એક ડૉક્ટર પણ હતા. કે જે સ્પેનથી પાછા ફર્યા હતા. બાદમાં 15 માર્ચે તેમને કોરોના ચેપ લાગ્યો હતો  ત્યારથી મુરલીધરન પોતાને અલગ રાખ્યા હતા. જોકે હવે તેમનો રીપોર્ટ નેગેટીવ આવતા રાહતનો શ્વાસ લીધો છે.

ભારતમાં પણ કોરોના(Corona)ના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને કુલ 126 કેસ દાખલ થયા છે. લદ્દાખ, ઓડિશા, જમ્મુ કાશ્મીરમાં એક-એક કેસ દાખલ થયો. જ્યારે કર્ણાટકમાં બે અને કેરળમાં કોરોનાના ત્રણ નવા કેસ દાખલ થયા. આ સાથેજ દેશમાં કુલ સંક્રમિત વ્યક્તિની સંખ્યા 126 થઈ. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 39 કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ વર્ષની બાળકોનો કોરોના (Corona) ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બાળકીના માતા-પિતા પણ કોરોનાથી સંક્રમિત છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે 13 લોકોને સારવાર બાદ તબિયત સુધરતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધી મૃત્યુઆંક બે છે. કોરોનાને વકરતો રોકવા માટે વધુ કેટલીક પાબંધીઓ લગાવી દેવામાં આવી છે. જેમાં યુરોપીય યુનિયન, તુર્કી અને બ્રિટનથી આવનારા યાત્રિકોને 18 માર્ચથી આગળના આદેશ સુધી આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો.

આજથી અમેરિકામાં શરૂ થશે Coronaની રસીનું પરીક્ષણ

વિશ્વભરમાં જીવલેણ coronavirusનો સામનો કરી રહ્યો છે. ત્યારે સમગ્ર દુનિયા coronavirus સામે લડવા ઝઝૂમી રહ્યું છે. ત્યારે અમેરિકાએ મંગળવારથી રસીના પરીક્ષણની જાહેરાત કરી દીધી છે. નિષ્ણાતોના મતે તો રસી તૈયાર કરવામાં 3થી લઈને 18 મહિનાનો સમય લાગી શકે છે. પરંતુ અમેરિકાએ રસી તૈયાર કરવામાં ઝડપ દાખવી છે. જોકે રસીકેટલી કારગત સાબિત થાય છે એ તો પરીક્ષણ પછી જ ખબર પડશે. અમેરિકામાં પ્રાથમિક ધોરણે 45 દરદીઓને રસીનો ડોઝ આપવામાં આવશે. અમેરિકાના સિએટલમાં આવેલી કૈઝર પરમેનેન્ટ વોશિંગ્ટન હેલ્થ રિસર્સ ઈન્સિટયૂટે આ પહેલ કરી છે.

corona

વૈજ્ઞાનિકોએ જણાવ્યુ હતુ કે આ રસી વાઈરસમાંથી તૈયાર નથી. માટે તેનો ચેપ લાગે એવી કોઈ શક્યતા નથી. સામાન્ય રીતે વાઈરસ દ્વારા ફેલાતા રોગની રસી પણ એ વાઈરસનો ઉપયોગ કરીને તૈયાર થતી હોય છે. આ રસીનો ડોઝ લેવા માટે કેટલાક વ્યક્તિ સ્વેચ્છાએ તૈયાર થયા છે, પરંતુ તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.

45 યુવાઓ પર Corna વેક્સિનનું પરીક્ષણ

આ વેક્સિન ટ્રાયલ માટે 45 યુવા વૉલન્ટિયર્સ પસંદ કરવામાં આવ્યા છે. આ લોકો સાથે જ પરીક્ષણની શરૂઆત હશે. આ લોકોને પહેલા કોરોનાની વેક્સિન લગાવવામાં આવશે. આ વેક્સિનને એનઆઈએચ અને મૉડર્ના ઈન્કે એક સાથે મળીને બનાવ્યુ છે. આ 45 યુવાઓને જુદા-જુદા વેક્સિન આપવામાં આવશે. આ વેક્સિનમાં કોઈ વાયરસ નથી.

આ ટ્રાયલનું લક્ષ્ય માત્ર એ જાણવાનુ છે કે વેક્સિનથી કોઈનો દુષ્પ્રભાવ ના થાય અને ફરી મોટા પ્રમાણમાં આનું પરીક્ષણ કરી શકાય. પરિણામ સકારાત્મક આવશે તો સમગ્ર દુનિયામાં આ વેક્સિનને મોકલવામાં આવશે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધી કોરોના વાયરસથી 162,774 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. 6460 લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીન બાદ સૌથી ખરાબ હાલત ઈટલીની છે.

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV