GSTV
Gujarat Government Advertisement

મોરવાહડફ પેટાચૂંટણી: 11 વાગ્યા સુધીનું મતદાન 19.40 ટકા નોંધાયું, કોરોનાકાળમાં ફિક્કુ રહ્યુ મતદાન

Last Updated on April 17, 2021 by Pravin Makwana

પંચમહાલ જીલ્લાની મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યુ છે. કોરોનાકાળ વચ્ચે પણ મતદારોમમાં ઉત્સાહ છે અને સવારથી મતદાન મથકો પર લાઈન લગાવી હતી. મોરવા હડફમાં બે લાખ 19 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.

મોરવાહડફની આ સીટ પર હાલ મતદાન ચાલી રહ્યુ છે, અહીં મતદાન માટે લાઈનો લાગી હતી. તેમ છતાં પણ 11 વાગ્યા સુધીમાં ફક્ત 19.40 ટકા મતદાન જ નોંધાયુ છે.

  • પુરુષ મતદાન=24997
  • સ્ત્રી મતદાન=17527
  • કુલ મતદાન=42524
  • કુલ ટકાવારી=19.40%

કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે મતદાન શરૂ થયુ છે. કોરોનાના માહોલ વચ્ચે 329 મતદાન મથકો મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૂંટણીમાં રોકાયેલો સ્ટાફ સંક્રમિત ન થાય તે માટે પણ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓને કોવીડ કીટ આપવામા આવી છે.

અહીં મહત્વનું છે કે, મતદાન મથક ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ Dysp સહિતનાનો 1000થી વધુ પોલીસનો સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત રહેશે. અપક્ષ ચૂંટાઈ આવેલા ભૂપેનદ્રસિંહ ખાંટનું નિધન થતા આ બેઠક ખાલી થઈ હતી. જેથી આજે પેટાચૂંટણી યોજાઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

ભારતમાં પહેલા વ્યક્તિને રશિયાની સ્પૂતનિકનો અપાયો ડોઝ , કોરોના સામેની લડાઇ ઝડપી બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!