GSTV

અચાનક રૂપિયાની જરૂર પડી? આ વસ્તુ તમારી પાસે છે તો તરત મળી જશે લોન, જાણી લો જરૂરી વાતો

Last Updated on June 19, 2021 by Zainul Ansari

ઘણી વખત રૂપિયાની અચાનક જરૂર પડવા પર લોનનું વિચાર આવે છે. બજારમાં ઘણી પ્રકારની લોન ઉપલબ્ધ છે, જેમ કે પર્સનલ લોન, ગોલ્ડ લોન, વેડિંગ લોન વગેરે.

જો તમે તમારા ઘરમાં રહો છો અને તમને કોઈ કામ માટે રૂપિયાની જરૂર છે, તો તમે એ ઘરને બેંક પાસે ગિરવે મૂકી લોન લઇ શકો છો. તેને મોર્ગેજ લોન (Mortgage Loan) કહે છે.

લોન નહીં ચુકવો તો શુ થશે?

લોન અગેન્સ્ટ પ્રોપર્ટી : બેંક અથવા ફાઇનેન્સિયલ સંસ્થા લોન આપે છે. તે તમને રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોપર્ટી અથવા જમીનના બદલે આપે છે. તેને સિક્યોર્ડ લોન પણ કહે છે. કારણ કે બેંક લોનના બદલે તમારી પ્રોપર્ટી સિક્યોર કરી લે છે.

એટલે જો તમે લોન નહીં ચુકવો, તો બેંક ઈએમઆઈ ચુકવવા માટે 3 મહિનાનો સમય આપે છે અને આ 3 મહિનામાં પણ તમે હપ્તો નથી ચુકવતા, તો બેંક તમારી પ્રોપર્ટીને ટેકઓવર કરી શકે છે.

તેને વેચી તમારી લોન ડ્યૂસ રિકવર કરી શકે છે. અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે પ્રોપર્ટીના માલિક તમે હોવ છે. એટલે તમે લોન નથી ચુકવી શકતા, તો આવા કિસ્સામાં સારુ એ રહેશે કે તમે બેંકની જગ્યાએ તમે પ્રોપર્ટી વેચી બેંકની લોનની ચુકવણી કરી દો.

મોર્ગેજ લોનની વિશેષતા

  • મોગ્રેજ લોનમાં તમે પ્રોપર્ટીની વેલ્યૂની 60 ટકા સુધીની લોન લઇ શો છો. કેટલાક કિસ્સાઓમાં લોનની રકમ 70-80 ટકા પહોંચી જાય છે.
  • 5 લાખથી 10 કરોડ સુધીની લોન મહત્તમ 15થી 20 વર્ષ સુધી મળી શકે છે.
  • મોર્ગેજ લોન ચુકવવાની અવધિ Housing Finance Companies દ્વારા નક્કી કરવામાં આવે છે.
  • જેમ તમે હોમ લોન માટે ડાઉન કરો છો, તેમજ મોર્ગેજ લોનમાં પણ ડાઉન પેમેન્ટની રકમ 10-20 ટકા સુધી હોઇ શકે છે.
  • જો તમે ઇચ્છો તો મોર્ગેજ લોન સમય પહેલા પણ ચુકવી શકો છો.
  • બેંક તમારી મોગ્રેજ થનારી પ્રોપર્ટીનું ઇન્સ્યોરન્સ લેવાનું પણ કહી શકે છે.

લોન માટે યોગ્યતા

  • જો તમારી ઇનકમ અને ઓક્યૂપેશન સ્ટેબલ છે, તો તમને સરળતાથી લોન મળી જશે.
  • ન્યૂનતમ વય મર્યાદા 23થી 25 વર્ષ અને લોન ચુકવવાની મહત્તમ ઉંમર 65થી 70 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે.
  • તમારી યોગ્યને નક્કી કરવા માટે તમારી નાણાકિય સ્થિતિ, ક્રેડિટ સ્કોર અને આવકની પણ તપાસ કરવામાં આવે છે.
  • જો તમારી સંપત્તિ કરતા દેવુ વધારે છે, તો પણ લોન મળવામાં તકલીફ આવી શકે છે.

સંપત્તિના બદલે લોન લેવાના ફાયદા

  • -તમે તમારી સંપત્તિનો ઉપયોગ તમારી માલિકીના સ્થાનાંતર વિના લોન લેવા માટે કરી શકો છો
  • ઇન્ટરેસ્ટ હોમ લોનથી 1.5થી 2 ટકા વધુ હોય છે. જો હોમ લોન તમને 7 ટકા પર મળે છે, તો મોર્ગેજ લોન 8.5થી 9 ટકા પર મળશે.
  • તેને ચુકવવાની સમય મર્યાદા વધારે હોય છે, તેથી તમને તેને ચુકવવા માટે ઘણો સમય મળી જાય છે.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!