GSTV
Home » News » કાશ્મીરના પૂંછમાં પાક.નો બેફામ મોર્ટારમારો : સરહદના ગામોમાં એલર્ટ

કાશ્મીરના પૂંછમાં પાક.નો બેફામ મોર્ટારમારો : સરહદના ગામોમાં એલર્ટ

કાશ્મીરની સરહદે ફરીથી પાકિસ્તાનના નાપાક સૈન્યએ સીઝફાયર કર્યું હતું. પૂંછ સેક્ટરમાં પાક. સૈન્યએ મોર્ટાર મારો અને ફાયરિંગ કર્યું હતું. ભારતીય લશ્કરે પણ વળતો જડબાતોડ જવાબ આપ્યો હતો. કાશ્મીર સરહદે પાકિસ્તાને શસ્ત્રવિરામ ભંગનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. પાક.ના નાપાક સૈન્યએ ભારતની સરહદે પૂંછ સેક્ટરમાં ભારે ફાયરિંગ અને મોર્ટાર મારો ચલાવ્યો હતો. પાક.ના ફાયરિંગથી સદ્ભાગ્યે કોઈને ઈજા પહોંચી ન હતી.

ભારતીય સૈન્યએ પણ વળતી કાર્યવાહી કરી હતી અને પાક. સૈન્ય સામે વળતું ફાયરિંગ કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સૈન્યના કહેવા પ્રમાણે પાકિસ્તાન લશ્કરે આ વર્ષમાં અત્યાર સુધીમાં 1248 વખત શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો. બીજી તરફ કાશ્મીરમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓ સામેનું ઓપરેશન શરૂ રાખ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી.

અનંગનાગ જિલ્લામાંથી ઝડપાયેલા આ ત્રણેય આતંકવાદીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. આ ત્રણેય આતંકવાદી હુમલામાં મદદ કરતા હતા અને અમુક આતંકવાદી હુમલામાં તેની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

ICCની ટીમ ઓફ ટૂર્નામેન્ટથી બહાર દુનિયાનો નંબર-1 બેટ્સમેન વિરાટ કોહલી, 2 ભારતીયને મળી તક

Path Shah

માત્ર 9 વર્ષની ઉંમરે આ ગુજ્જુ બાળકીએ લિમ્કા બુક ઓફ એવોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું

Nilesh Jethva

ગઠબંધન સરકાર બચાવવા અંતિમ પ્રયાસ, વિશ્વાસ મત પાછળ ધકેલવા પાછળ આ કારણ છે જવાબદાર

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!