મોર્ગન સ્ટેનલીના એમએસસીઆઈ ઈન્ડેક્સમાં કરાયેલા શેરોની યાદીમાં મોટા ફેરબદલ અંતગર્ત આજે ૩૦,નવેમ્બર ૨૦૨૨ના શેરોના બંધ ભાવ ધોરણે એમએસસીઆઈ ઈન્ડિયા ડોમેસ્ટિક સ્મોલ કેપ ઈન્ડેક્સમાં ૪૩ શેરોનો સમાવેશ કરાયો છે. જ્યારે ૧૬ શેરો-સ્ક્રિપને આ ઈન્ડેક્સ યાદીમાંથી બહાર કરાયા છે.

આ સાથે એમએસસીઆઈ ઈન્ડિયા ડોમેસ્ટિક ઈન્ડેક્સમાં ૧૧ નવી સ્ક્રિપો-શેરોનો સમાવેશ કરાયો છે, અને એક શેરને બહાર કરાયો છે. આ ફેરફાર ૩૦,નવેમ્બરના શેરોના બંધ ભાવ ધોરણે થનાર હોવાથી આજે છેલ્લી ઘડીમાં આ શેરોમાં મોટી વધઘટ જોવાઈ હતી.
એમએસસીઆઈ ઈન્ડિયા ડોમેસ્ટિક ઈન્ડેક્સમાં ૧૧ નવી દાખલ કરાયેલી સ્ક્રિપોમાં એબીબી ઈન્ડિયા, અદાણી પાવર, અશોક લેલેન્ડ, એસ્ટ્રલ, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક, ઈન્ડિયન હોટલ્સ કંપની, ટાટા એલેક્સી, ટ્રેન્ટ, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ, ટીવીએસ મોટર અને વરૂણ બિવરેજીસનો સમાવેશ છે. જ્યારે બહાર કરાયેલી એક સ્ક્રિપમાં પાવર ફાઈનાન્સ કોર્પોરેશન છે.

એમએસસીઆઈ ઈન્ડિયા ડોમેસ્ટિક સ્મોલ કેપ ઈન્ડેક્સમાં સમાવિષ્ટ થયેલી ૪૩ સ્ક્રિપ-શેરોની યાદીમાં અપાર ઈન્ડસ્ટ્રીઝ, અરવિંદ ફેશન્સ, એસ્ટેક લાઈફસાયન્સિસ, બાર્બેક્યુ નેશન, બીએલએસ ઈન્ટરનેશનલ, બોરોસીલ, સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સ, ક્રાફ્ટ્સમેન ઓટોમેશન, ડાટા પેટર્ન્સ ઈન્ડિયા, એલીકોન એન્જિનિયરીંગ, એલજી ઈક્વિપમેન્ટ્સ, ફાઈનોટેક્સ કેમિકલ, ગાર્ડન રિચ શીપ, હિમાદ્રી સ્પેશ્યાલિટી કેમિકલ, હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ, હિન્દુસ્તાન ફૂડ્સ, ઈન્ગરસોલ રેન્ડ ઈન્ડિયા, જેકે ટાયર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, કેન્નામેટલ ઈન્ડિયા, કિર્લોસ્કર ઓઈલ એન્જિન્સ, કેઆરબીએલ, લા ઓપાલા, લેટેન્ટ વ્યુ એનાલિટિક્સ, એલટી ફૂડ્સ, મેઘમણી ફાઈનકેમ, મિર્ઝા ઈન્ટરનેશનલ, નીઓજન કેમિકલ્સ, પારાદ્વીપ ફોસ્ફેટ્સ, પીસી જવેલર, પાવર ફાઈનાન્સ કોર્પ, રેઈનબો ચિલ્ડ્રન મેડીકેર, રાજરત્ન ગ્લોબલ વાયર, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્ર્કચર, રેઈટ્સ, રોલેક્સ રિંગ્સ, સફારી ઈન્ડસ્ટ્રીઝ, સાનસેરા એન્જિનિયરીંગ, ટારસન્સ પ્રોડક્ટસ, ટાટા કોફી, તત્વ ચિંતન ફાર્મા, વીઆરએલ લોજિસ્ટિક્સ, વેસ્ટ કોસ્ટ પેપર મિલ્સનો સમાવેશ છે.
READ ALSO
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય