GSTV

કચરા શેઠ/ કાપડના આ વેપારીને છે કચરો ભેગો કરવાનો શોખ, ઘરની છત પર 8 ટ્રોલી ભરીને કચરો ભેગો કર્યો, કંટાળેલી પત્નીએ CMને ફરિયાદ કરી

Last Updated on January 13, 2022 by Pravin Makwana

અજબ ગજબ લોકોથી આ દુનિયા ભરી પડી છે. આવા જ કંઈક લોકો મધ્ય પ્રદેશમાં પણ છે. ચંબલના વિસ્તારમાં લોકો બંદૂકના શોખિન હોય પણ મુરૈનામાં એક કાપડના વેપારીને કચરાનો શોખ જાગ્યો છે. ત્રણ માળના મકાનની છત પર કાપડના વેપારીએ કચરો ભેગો કરી રાખ્યો છે અને આ કામ હજૂ પણ ચાલુ જ છે. કચરાની વાસથી આ એરિયામાં અને પરિવારના લોકો હેરાન થઈ ગયા છે. પત્નીએ તેની ફરિયાદ સીએમ હેલ્પલાઈનમાં પણ કરી હતી. ત્યાર બાદ કાર્યવાહી થઈ હતી.

હકીકતમાં મુરૈનાના વેપારી યોગેશ ગુપ્તાને કચરો ભેગો કરવાનો શોખ છે. તેના ઘરમાં કેટલાય ટન કચરો નિકળ્યો છે. એટલો કચરો કે, મુખ્ય બજારની ગલી પણ ભરાઈ ગઈ છે. છત પર કચરાથી ભરેલી કેટલીય ટાંકિયો મળી આવી છે. વેપારીના આ શોખથી રાજ્યના લોકો હેરાન થઈ ગયા છે. તો વળી એરિયાના લોકોને પણ સમજમાં નથી આવતું કે, ઘરની છત પર કચરો શા માટે જમા કરે છે.

મોટા ભાગે લોકો પૈસા, જ્વેલરી, સંપત્તિ, કપડા એવી વસ્તુઓ ભેગી કરવાનો શોખ ધરાવતા હોય છે. પણ મુરૈનાના આ વેપારીએ જે કર્યું છે, તે તો કંઈક અલગ જ છે. અહીં એક કાપડના વેપારીએ 8 ટ્રોલી ભરાય તેટલો કચરો એકઠો કર્યો છે. નગર નિગમ કર્મચારીઓએ જ્યારે ઘરથી કાઢવાનું શરૂ કર્યું તો, આ શેરી ભરાઈ ગઈ. આ કાપડના વેપારીનું નામ યોગેશ ગુપ્તા છે. તે સદર બજારમાં રહે છે. તેમને ત્રણ માળનું મકાન પણ છે. યોગેશને કચરો ભેગો કરવાનો શોખ છે.

પત્નીએ સીએમ હેલ્પલાઈનમાં ફરિયાદ કરી

યોગેશના ઘર પર પ્લાસ્ટિકની કેટલીય ટાંકીઓ છે. કેનમાં સડેલુ અથાણુ, લીંબૂના છોત્તરા, થેલીઓ, ચપ્પલ, અને કેટલોય ભંગાર મળ્યો છે. સીએમ હેલ્પલાઈન પર યોગેશની ફરિયાદ ખુદ તેની પત્નીએ કરી હતી. પાડોશી પણ ગંધ આવતી હોવાની ફરિયાદ કરી હતી, પણ યોગેશન તેમની સાથે ઝઘડવા લાગતો હતો. પાડોશીએ જણાવ્યું હતું કે, પરિવારના લોકોએ કંટાળીને સીએમને ફરિયાદ કરી છે. ત્યારે જતાં નગર નિગમની ગાડીઓ આવી અને સવારે 7 વગ્યાથી અહીં સફાઈ અભિયાન શરૂ કરી દીધું હતું.

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!