GSTV
Home » News » આ ઓફિસમાં પગાર વધારવા કામ નહીં પણ ટૂંકા કપડા પહેરવા પડે, આ પાછળનું કારણ છે અનોખુ

આ ઓફિસમાં પગાર વધારવા કામ નહીં પણ ટૂંકા કપડા પહેરવા પડે, આ પાછળનું કારણ છે અનોખુ

રશિયાની એક ઓફિસ આજકાલ અનોખા આદેશના કારણે ચર્ચામાં છે. ટૈટપ્રોફ નામની એલ્યુનિનિયમ ઉત્પાદક કંપનીએ પોતાને ત્યાં કામ કરતી મહિલાઓને સ્કર્ટ પહેરી મેકઅપ કરીને ઓફિસમાં આવવા આદેશ કર્યો હતો.

જે મહિલા આવી રીતે શણગાર સજીને સુંદર દેખાવ કરી ઓફિસમાં આવે તેને વધારાના એક સો રૃબલ અપાય છે. કંપનીમાં જીવંતતા લાવવા અને સાથી કર્મચારીઓમાં કામની ક્ષમતા વધારવા આ પ્રયોગ કરાયો હતો.

કંપનીએ એક મહિના માટે આ  પ્રયોગ કર્યો હતો. કંપનીના આ અનોખા ફરમાન અંગે લોકોએ વિભિન્ન પ્રતિક્રિયા આપી હતી.કેટલાક લોકોએ તેની ટીકા કરી હતી તો કેટલાકે પ્રશંસા. સોશિયલ  મીડિયામાં લોકોએ આ પ્રયોગને ડાર્ક એજનો સમય ગણાવ્યો હતો.

તો કંપનીએ કહ્યું હતું કે આનાથી મહિલાઓમાં જાગૃત્તિ આવશે.મહિલાઓ પોતાની સુંદરતાના મૂલ્યને સમજી શકશે અને પુરૃષ કર્મચારીઓની કામની ક્ષમતામાં વધારો થશે. ૨૭ મેથી શરૃ કરેલો આ  પ્રયોગ ૩૦ જૂન સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે વધારાનો પગાર એ મહિલાને જ મળશે જે સ્કર્ટ અને મેકઅપ સાથેનો ફોટો કંપનીને મોકલશે.

Read Also

Related posts

સૌરાષ્ટ્રના સૌથી મોટા મલ્હાર મેળાનું સીએમ વિજય રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન, 15 લાખથી વધુ લોકો લેશે મુલાકાત

Nilesh Jethva

ગર્ભાવસ્થા દરમ્યાન જો તમે આ પાણી પીવો છો તો બાળકને થશે અસર, સંશોધનનું તારણ

Path Shah

જો તમારા શરીરમાં આ લક્ષણો દેખાઈ રહ્યાં છે તો તમારી કીડની ખરાબ થઈ રહી છે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!