નારણ પટેલ માટે આવ્યા વધુ એક મુસીબતના સમાચાર, ડબલ બેન્ચે પણ ચુકાદો રાખ્યો યથાવત્ત

BJP MLA Naran Patel

મહેસાણાની ઊંઝા એ.પી.એમ.સીની ચુંટણીને લઇને ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. હાઇકોર્ટની સિંગલ બેંચના ચૂકાદાને ડબલ બેન્ચે પણ યથાવત રાખ્યો છે. મહત્વનું છે કે હાઇકોર્ટની સિંગલ બેન્ચે 16 મંડળી રદ કરી હતી. આ ચૂકાદાને નારણ પટેલના જુથે ડબલ બેન્ચમાં પડકાર્યો હતો.

ડબલ બેન્ચે સોળમાંથી એક મંડળીના રદ્દના નિર્ણયને ફેરવ્યો હતો. જયારે કે બાકીની પંદર મંડળીઓના રદ્દ કરવાના ચૂકાદાને યથાવત રાખ્યો હતો. 15 મંડળી રદ થવાથી હવે નારણ પટેલના જૂથને સુપ્રીમમાં જવું પડશે. હાઇકોર્ટના આ ચુકાદાને કારણે નારણ પટેલના પુત્ર ગૌરાંગને ઉંઝા એપીએમસીમાં ચેરમેન બનવાના ઓરતા વધુ મુશ્કેલ બન્યા છે.

ઉંઝામાં કોંગ્રેસનો કકળાટ

આશાબેન પટેલના રાજીનામા બાદ ઉંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. અને સત્તા અપક્ષ સભ્યના હાથમાં ગઈ છે. ઊંઝા તાલુકા પંચાયતમાં અપક્ષ પ્રમુખની બોડી બની છે. પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ હતી. ત્યારે આજે ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી હતી.

ચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષના એમ બે ઉમેદવારે પ્રમુખ બનવા ફોર્મ ભર્યા હતા. જોકે કોંગ્રેસના સાત સભ્યોએ અપક્ષના ઉમેદવારને પ્રમુખ બનવા ટેકો આપ્યો. ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અપક્ષના વિપુલ પટેલની વરણી થઈ છે. વિપુલ પટેલને 18 માંથી 12 મત મળ્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter