GSTV

બનાસકાંઠા: શરાફી મંડળીમાં દોઢ કરોડથી વધુની કરી હેરફેર, મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો

Last Updated on June 25, 2021 by Pravin Makwana

બનાસકાંઠાના વડગામ તાલુકાની ધી સરસ્વતી શરાફી મંડળીમાં ઉચાપત કર્યાનું સામે આવ્યું છે. તત્કાલીન મંત્રી તેમજ ચેરમેને વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ સુધીમાં રૂપિયા ૧ કરોડ ૬૭ લાખ ૩૬ હજાર ૩૨૬ની નાણાંકીય ઉચાપત કર્યાનું રીઓડિટમાં સામે આવ્યું છે.

તત્કાલીન મંત્રી રણજીતસિંહ દેવડા તેમજ ચેરમેન જવાનસિંહ વાઘેલા વિરુદ્ધ વડગામ પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે. જેને લઇ સહકારી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. બંનેએ ૭૨ સભાસદોની જાણ બહાર તેઓના નામે ધિરાણ ઉધાર્યું હતુ. ૧ કરોડ ૩૮ લાખ 19 હજારનું કાયમી તેમજ રૂપિયા ૪ લાખ 95 હજારનું હંગામી ધિરાણ ઉધાર્યુ હતુ. સાથો સાથ બાંધી મુદતના 11 સભ્યોના નામે રૂપિયા ૧૧ લાખ 12 હજાર 326ની લોન ઉધારી હતી. અને બેરર ચેકથી નાણાં ઉપાડયા હતા. તો 13 લાખની બોગસ બાંધી મુદતની રસીદો બનાવી ઉચાપત કરી હતી.

READ ALSO

Related posts

ચેતી જજો / CNG કાર ધરાવનારા પહેલાં આ વાંચી લો, ગેસ રિફીલિંગ દરમ્યાન એકાએક બ્લાસ્ટ થયો ને પછી…

Dhruv Brahmbhatt

7th Pay Commission/ કેન્દ્રીય કર્મચારીઓ માટે જરૂરી ખબર! વધ્યા ગ્રેજ્યુટીના પૈસા, 7 લાખ સુધી થશે ફાયદો

Damini Patel

વિશેષ ઉપાય/ ખિસ્સામાં રૂપિયા ટકતા ન હોય તો દિવાળી પહેલા ઘરમાંથી બહાર ફેંકી દો આ અશુભ વસ્તુઓ, થશે ધનવર્ષા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!