GSTV
Home » News » સોનાના ભાવ વધતાં ગુજરાતીઓને લાગ્યો ઝટકો, 8 લાખ લોકોની ગઈ નોકરી

સોનાના ભાવ વધતાં ગુજરાતીઓને લાગ્યો ઝટકો, 8 લાખ લોકોની ગઈ નોકરી

અમદાવાદ સહિત દેશભરના જવેલર્સ અને સોના- ચાંદી તેમજ ડાયમંડના લાખ્ખો કારીગરો હાલને તબક્કે સાવ જ નવરા થઇ ગયા છે. સોનાના સતત વધતા જતા ભાવોના કારણે ઘરાકી ઉપર મોટી અસર થવા પામી છે અને હજુ આગામી દિવસોમાં દિવાળી આસપાસ સોનાનો પ્રતિ દસ ગ્રામનો ભાવ રૂ. 41 હજારની આસપાસ પહોચવાની પુરેપુરી શક્યતા બજારના વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.

જૂનું સોનું વેચનારા જ દેખાઈ રહ્યા છે

હાલને તબક્કે બજારમાં માત્ર જુનું સોનું વેચનારા ક્યાંક ક્યાંક દેખાઈ રહ્યા છે.  તે સિવાય આવનારા લગ્નગાળા માટે નવા દાગીના ખરીદનારા બજારથી દૂર જ છે.  બજારના વર્તુળોના જણાવ્યા મુજબ વહીં અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોર સોનાના ભાવ વધારા માટે જવાબદાર છે તે ઉપરાંત દુનિયાભરના દેશોની મધ્યસ્થ બેંકો મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી રહી હોવાના કારણે પણ સોનાના ભાવો ઊંચા ને ઊંચા જઈ રહ્યા છે.

8 લાખથી વધારે કારીગરો કરી રહ્યાં છે બેકારીનો સામનો

જવેલર્સ એસોસીએશન ઓફ અમદાવાદના પ્રમુખ રોહિતભાઈ ચોકસી અને ઉપપ્રમુખ જીગરભાઈ સોનીના જણાવ્યા મુજબ આ સમગ્ર સેક્ટરમાં હાલને તબક્કે આઠ લાખથી વધુ કારીગરો બેકારીનો સામનો કરી રહ્યા છે. તેમાં ખાસ કરીને જડતરના રાજસ્થાની કારીગરો, ચાંદીના કાવગના જગન્નાથપુરી- ઓરિસ્સાના કારીગરો અને સોનાના- મીનાના અને રોડીયમના બંગાળી કારીગરો મળીને ગુજરાતમાં આઠ લાખ જેટલા કારીગરો  બેકાર બન્યા છે.

બજારમાં મંદીનો માહોલ

સોનાના ભાવો વધવાના કારણે વેપારીઓનું રોકાણ પણ વધી જવા પામ્યું છે એક તરફ બજારમાં મંદીનો માહોલ છે  આ વખતની ઝવેરી બજારની દિવાળી બગડશે તેવો અહેસાસ વેપારીઓને અત્યારથી જ થઇ રહ્યો છે. દર વર્ષે પુષ્ય નક્ષત્રમાં જે કરોડોનું સોનું માત્ર અમદાવાદમાં સી. જી  રોડ ઉપર વેચાતું હોય છે તે ઝાકમઝોળ આ વખતે જોવા નહિ મળે તેવું લાગી રહ્યું છે. સોનાના ભાવોમાં ટૂંકા ગાળામાં લગભગ 36 ટકાનો વધારો નોધાયો છે. જયારે લાંબા ગાળે સોનાના ભાવોમાં 12 ટકાનો વધારો નોધાવા પામ્યો છે.

ગુજરાતમાંથી દાગીનાની થતી નિકાસમાં પણ મોટો ઘટાડો

ગુજરાતમાંથી દર વર્ષે લગભગ 60 ટકા જેટલા દાગીનાની નિકાસ દર વર્ષે અમેરિકા સહીતના વિવિધ દેશોમાં થતી હોય છે પરંતુ આ વર્ષે તેમાં પણ મંદીની અને ઊંચા ભાવોની અસર નડી ગઈ છે અને આ નિકાસ માત્ર પંદર ટકા જેટલી જ નોધાવા પામી છે.

માત્ર અમદાવાદમાં જ સોના ચાંદીના આઠ હજાર શો રૂમ્સ

જો ધ્યાને લેવામાં આવે તો માત્ર 460 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા અમદાવાદ શહેરમાં જ સોના ચાંદીના લગભગ આઠ હજાર જેટલા નાણા મોટા શો રૂમ્સ આવેલા છે અને તે પૈકી મોટા ગણાતા શો રૂમ્સ ખાસ કરીને શહેરના પચ્શિમ વિસ્તારમાં અને મણીનગરમાં આવેલા છે.

સોનાના સતત વધતા જતા ભાવોના કારણો ક્યાં ક્યાં છે

દુનિયાભરની મધ્યસ્થ બેકો મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી રહી છે. ખુદ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના આંકડાઓ મુજબ 375 ટન જેટલું સોનું આવી બેંકો છેલ્લા છ મહિનામાં ખરીદી ચુકી છે. ઉપરાંત હાલમાં શેરબજારોમાં થઇ રહેલી મોટી ઉથલપાથલના કારણે સલામત રોકાણ તરીકે પણ લોકો સોનાની ખરીદી મોટાભાગે કરી રહ્યા છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં મેઘ મહેર પરંતુ રાજ્યનાં આ શહેરમાં દીવાળી ટાણે પાણીની અછત સર્જાઈ

pratik shah

VIDEO : બનાસકાંઠામાં વિકૃતોની હેવાનિયત, અજગરને જીવતો સળગાવ્યો

Mayur

ગુજરાતની 6 બેઠકોની પેટાચૂંટણીની કામગીરીને લઈ ચૂંટણીપંચે આપ્યો આખરી ઓપ, કુલ 14 લાખ 74 હજાર મતદારો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!