GSTV
Home » News » રીપોર્ટમાં દાવો, 17 મહિનામાં 76 લાખ લોકોને મળ્યો રોજગાર

રીપોર્ટમાં દાવો, 17 મહિનામાં 76 લાખ લોકોને મળ્યો રોજગાર

છેલ્લા 17 મહિનામાં દેશના લગભગ 76 લાખ લોકોને રોજગાર મળ્યો છે. તો જાન્યુઆરીમાં ગયા વર્ષની સરખામણીએ 131 ટકાનો વધારો જોવા મળ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) તરફથી જાહેર આંકડા મુજબ આ 17 મહિનામાં સૌથી વધારે નોકરીઓ લોકોને ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં મળી છે.

ઈપીએફઓ જાહેર કરી રહ્યું છે સપ્ટેમ્બરથી ડેટા

ઈપીએફઓ સપ્ટેમ્બર 2017થી એવા લોકોનો ડેટા રજૂ કરી રહી છે, જેનું નામ અહીં જોડાયા છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં લગભગ 3.87 લાખ નવા શેરહોલ્ડર ઈપીએફઓ સાથે જોડાયેલા હતાં. તો સપ્ટેમ્બર 2017માં, 2,07,609 લોકો નોકરી સાથે જોડાયેલા હતાં. આ ફક્ત સંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો આંકડો છે.

આટલા લોકોએ છોડી નોકરી

જોકે, આ ડેટા મુજબ 29023 લોકોએ નોકરી છોડી દીધી હતી. તો ગયા મહિને લગભગ 5498 લોકોએ નોકરી મેળવી હતી. માર્ચ નાણાંકીય વર્ષનો અંતિમ મહિનો હોય છે, એવામાં લોકો સૌથી વધારે આ મહિનામાં નોકરી છોડે છે.

આ રીતે લોકોએ મેળવી જાણકારી

ઈપીએફઓએ આ આંકડા નવા યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (યૂએન) જાહેર થયાના આધારે જાહેર કર્યો છે. ઈપીએફઓએ કહ્યું કે સૌથી વધારે નવી નોકરીઓ 22-25 વર્ષની ઉંમરના લોકોએ મેળવી છે. જેની સંખ્યા લગભગ 2.44 લાખ છે. ત્યારબાદ બીજા નંબરે 18-21 વર્ષના ફ્રેશર છે, જેની સંખ્યા 2.24 લાખ છે. જોકે, ઈપીએફઓના શેરધારકોની સંખ્યા 6 કરોડથી વધુ છે.

READ ALSO

Related posts

જયારે નીતાએ ધીરૃભાઇ અંબાણીનો ફોન કેટલીય વાર કાપ્યો…. પિતાએ આપ્યો હતો ઠપકો

Path Shah

કોઇના દબાણમાં આવીને મસૂદ અઝહર પર એક્શન નહી લઇએ : આતંકવાદ પર કાર્યવાહી કરવા પર પાકિસ્તાનનો સ્પષ્ટ ઇનકાર

Bansari

Facebookથી ફરી એકવાર થઇ આટલી મોટી ભૂલ, લાખો Instagram યુઝર્સના પાસવર્ડ જાહેર કરી નાંખ્યા

Bansari