GSTV
Home » News » પાદરા-જંબુસર હાઇવે પર એસટી બસ અને સુમો વચ્ચે અસ્માત, 75થી વધુ લોકો ઘવાયા

પાદરા-જંબુસર હાઇવે પર એસટી બસ અને સુમો વચ્ચે અસ્માત, 75થી વધુ લોકો ઘવાયા

પાદરા-જંબુસર હાઇવે પર ડભાસા ગામ પાસે એસટી બસ અને ટાટા સુમો વચ્ચે અકસ્માત થતા 75થી વધુ લોકો ઘવાયાં છે. એસટી બસમાં 75 થી વધુ લોકો ભર્યા હોવાનો કંડકટરનો દાવો છે. અકસ્માતમાં તમામ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. ઘવાયેલા લોકોને નજીકની ક્રોસ રોડ હોસ્પિટલ અને પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. એસટી બસ અમદાવાદના મણિનગરથી જંબુસર જતી હતી.

લોકોએ ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો

પાદરા-જબુંસર હાઇવે પર અકસ્માતની ઘટના બનતા તેને કારણ બનાવીને લોકોએ ચક્કાજામ કર્યો છે. લોકો પાદરા -જબુંસર ફોર લેન બનાવવાની માંગ કરી રહ્યા છે અને તેથી તેમણે ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો.પાદરાના ધારાસભ્ય પણ આ ચક્કાજામમાં જોડાયા હતા. દરરોજની અકસ્માત તથા ટ્રાફિક જામ જેવી સમસ્યાને લઇને મોટી સંખ્યામાં લોકો ચકકાજામમાં જોડાયા હતા. પાદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાઇ હાથ ધરી.

Read Also

Related posts

અમદાવાદમાં મેટ્રોનું પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ, ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું નિવેદન

Path Shah

ગુરૂપૂર્ણિમાના અવસરે અમદાવાદમાં વિદેશી કલાકારોએ પોતાની કલા રજૂ કરી

Nilesh Jethva

અમદાવાદમાં ગુટખાની પડીકી ખાવા બાબતે થયો ઝઘડો, આવ્યું આ ચોંકાવનારુ પરિણામ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!