GSTV

કોરોનાએ તબાહી મચાવી / મે મહિનાના 21 દિવસમાં જ નોંધાયા 71 લાખથી વધુ દર્દી, મૃત્યુઆંક જોઇ વિશ્વાસ નહીં કરો

Last Updated on May 22, 2021 by Bansari

કોરોના વાઇરસ સંક્રમણના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ દેશમાં તાજેતરમા 4 લાખથી દર્દી નોંધાઇ રહ્યા હતા. આ જ કારણ છે છે મે મહિનાને આ મહામારીનો સૌથી ઘાતક મહિનો માનવામાં આવી રહ્યો છે. માત્ર 21 દિવસોમાં જ દેશમાં 70 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. મૃત્યુના હિસાબથી આંકડો ડરામણો છે. પ્રથમ લહેરની સરખામણીમાં બીજી લહેરે વધુ તબાહી મચાવી છે.

કોરોના

ગત શુક્રવારે મે મહિનામાં સંક્રમણનો આંકડો 70 લાખ પાર કરી ગયો. આ મહિનામાં અત્યાર સુધીમાં 71.3 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 83 હજાર 135 લોકોએ કોવિડ -19 ને કારણે જીવ ગુમાવ્યો હતો. ગત એપ્રિલમાં આ આંકડો 48 હજાર 768 હતો. તે દરમિયાન સંક્રમણના કુલ 69.4 લાખ કેસ નોંધાયા હતા. ગત વર્ષે શરૂ થયેલી મહામારીમાં સંક્રમણના કુલ કેસોમાં 27 ટકાથી વધુ ભાગ માત્ર મે મહિનામાં જ જોવા મળ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કોરોના વાઇરસની પ્રથમ લહેર તેની ટોચ પર હતી. એક અહેવાલના આંકડા મુજબ તે દરમિયાન લગભગ 26.2 લાખ નવા કેસ નોંધાયા હતા. જ્યારે, મૃત્યુઆંક 33.3 હજાર હતો. જ્યારે ઓગસ્ટ 2020માં સંક્રમણના 19.9 લાખ નવા કેસ નોંધાયા હતા. જ્યારે મૃત્યુઆંક 28.9 હજાર નોંધાયો હતો.

મે મહિનામાં અત્યાર સુધીમાં દરરોજ સરેરાશ 4 હજાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જોકે તેમાં જૂની મૃત્યુના આંકડા પણ સામેલ છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 2 લાખ 57 હજાર 299 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન વાઇરસને કારણે 4 હજાર 194 લોકોએ જીવ ગુમાવ્યો હતો. સારા સમાચાર એ છે કે, એક જ દિવસમાં 3 લાખ 57 હજાર 630 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

કોરોના

ભારતમાં દર્દીઓની કુલ સંખ્યા વધીને 2 કરોડ 62 લાખ 89 હજાર 290 થઈ ગઈ છે. મહામારીમાં અત્યાર સુધીમાં 2 લાખ 95 હજાર 525 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 29 લાખ 23 હજાર 400 છે. આ વર્ષે માર્ચની શરૂઆત પછી કેસોમાં વધારો થવાનું શરૂ થયું. નિષ્ણાંતો હજી પણ ગ્રામીણ ભારતમાં સંક્રમણની તીવ્ર ગતિ વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

Read Also

Related posts

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Pritesh Mehta

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!