દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ચિંતાજનક કેસો સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ચેપના 6,493 નવા કેસ નોંધાયા છે અને એક્ટિવ કેસોની સંખ્યા 24 હજારની નજીક પહોંચી ગઈ છે. જોકે,રાહતની વાત એ છે કે એક દિવસમાં જ 6213 દર્દીઓ સ્વસ્થ થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. આજે કોરોનાના 6 હજારને પાર કેસો નોંધાયા છે જ્યારે 5 લોકોના મોત નિપજ્યા છે. એક્ટિવ કેસ પણ વધીને 24 હજાર 608 થઈ ગયા છે.
નોંધનીય છે છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું જેના પગલે સરકારની ચિંતા વધી ગઈ છે અને દેશમાં ચોથી લહેર આવશે તેવી નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે.
READ ALSO
- PF એકાઉન્ટ હોલ્ડર્સને મળી રહ્યો છે 7 લાખ રૂપિયાનો ફાયદો! જાણો તમે કેવી રીતે લઇ શકો છો લાભ
- ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો નવો રાઉન્ડ : આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
- બિપાશા બાસુએ બોલ્ડ અંદાજમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી, 43 વર્ષની ઉંમરે એક્ટ્રેસ બનશે માતાઃ ફોટો જોતાં તમે પણ આહ પોકારી જશો
- ફૂટબોલના રસ્તા પર ચાલી રહ્યું છે ક્રિકેટ, કપિલ દેવને સતાવી રહી છે આ વાતની ચિંતા
- હિંદુ ધર્મમાં પવિત્ર પ્રતિક મનાતા સ્વસ્તિક પર ઓસ્ટ્રેલિયાએ મૂક્યો પ્રતિબંધ, કેનેડાએ અગાઉ આ બાબતે માગવી પડી હતી માફી