GSTV
Ahmedabad Trending ગુજરાત

સિવિલમાં જુનિયર ડોક્ટરોની હડતાળ: ૧૦ દિવસમાં ૬૦૦ ઓપરેશન રદ; ઓપીડીમાં લાંબી લાઇનો

સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરોની હડતાળના ૧૦માં દિવસે યથાવત્ રહી છે અને જેના કારણે દર્દીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જુનિયર ડોક્ટરોની હડતાળને પગલે છેલ્લા ૧૦ દિવસમાં ૬૦૦થી વધુ ઓપરેશન રદ કરવા પડયા છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અસારવા સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રીતે દરરોજના ૧૨૦ થી ૧૪૦ ઓપરેશન થતાં હોય છે. જેની સરખામણીએ જુનિયર ડોક્ટરોની હડતાળને પગલે દરરોજના સરેરાશ માંડ ૮૦ જેટલા ઓપરેશન થઇ શકે છે. ઈમરજન્સી ઓપરેશનમાં પણ ૮ થી ૧૨ કલાકનું વેઇટિંગ છે. પ્લાન્ડ ઓપરેશનમાં વેઇટિંગને પગલે અનેક દર્દીઓ હાલમાં સોલા સિવિલ અને એસવીપીમાં દાખલ થઇ રહ્યા છે. જુનિયર ડોક્ટરોની હડતાળને પગલે ૯૦ મેડિકલ ઓફિસરની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આમ છતાં ઓપીડીમાં લાંબી લાઇનો યથાવત્ છે.

અમદાવાદ સિવિલ

સામાન્ય દિવસોની સરખામણીએ દર્દીઓનો ઓપીડીમાં ૧ થી દોઢ કલાક વધુ સમય જાય છે. આ ઉપરાંત દર્દીઓના વોર્ડમાં એચઓડીનો રાઉન્ડ લેવા પડી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, ‘ગુરુવારે કુલ ૮૪ જ્યારે આજે સવારથી સાંજમાં કુલ ૩૯ સર્જરી કરવામાં આવી છે. ૧૫ એનેસ્થેટિસ્ટ જોડાઇ જતાં ઓપરેશનના પ્રમાણમાં વધારો થવાનો અમને આશાવાદ છે. દર્દીઓને સમસ્યા નડે નહીં તેના માટે પૂરતાં પગલાં લેવામાં આવી રહ્યા છે. દર્દીઓને તકલીફ ન પડે માટે સતત મોનિટરિંગ ચાલુ છે. નોન ક્લિનિકલ સ્ટાફમાંથી ૫૬ને ક્લિનિકલ પોસ્ટિંગ પણ આપવવામાં આવ્યું છે.

દરમિયાન જુનિયર ડોક્ટરોની હડતાળના મુદ્દે સરકારના આરોગ્ય વિભાગમાં બેઠકોનો ધમધમાટ વધી ગયો છે. આરોગ્ય રાજ્યમંત્રી દ્વારા ગાંધીનગર-ગોધરા ખાતેના જુનિયર ડોક્ટર એસોસિયેશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેમના વિવિધ પ્રશ્નો-રજૂઆત સાંભળ્યા હતા અને તેમને સેવામાં ફરી જોડાઇ જવા અનુરોધ કર્યો હતો.

Read Also

Related posts

હવે CoVin પરથી ખબર પડી જશે રક્તદાન અને અંગદાનની સ્થિતિ, ડોનરનો સંપર્ક કરવો થઇ જશે સરળ; જાણો કેવી રીતે

Damini Patel

રાજકોટના લોકમેળામાં લોકોનો ઉત્સાહ, બે દિવસ હૈયેહૈયુંથી દળાશે તેવી ભીડ જામશે

pratikshah

Janmashtami 2022/ 400 વર્ષ પછી 8 ખુબ જ શુભ યોગમાં ઉજવાશે જન્માષ્ટમી! જાણો કેટલા વર્ષના થઇ ગયા કૃષ્ણ

Damini Patel
GSTV