સરકાર દ્વારા ગરીબ પછાત જનજાતીઓને ભારતના બીજા બધા રાજ્યોમા SC અને STમાં સમાવેશ કરાયો છે.

તેથી બીજા રાજયોમાં ગરીબ જનજાતીઓને ન્યાય મળે છે, અખીલ ભારતીય આદીમ મહાસંઘ દ્વારા દેવીપુજક સમાજને પણ અનામતનો લાભ મળે તે માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ પરંતુ હજુ પણ પડતર છે જેથી ગુજરાત ભરમાંથી ભાજપમાં જોડાયેલ કાર્યકર્તાઓ પોતપોતાના જીલ્લામાં ભાજપનો ખેસ ઉતારવાનો કાર્યક્રમ કરાયો છે.

જે અંતર્ગત ગીરસોમનાથ જીલ્લા દેવીપુજક સમાજના પ્રમુખ નાનજી પરમારની આગેવાનીમાં 500થી વધુ ભાઇઓ તથા બહેનોએ વેરાવળ બાયપાસ ચોકડી પર સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરી રોડ પર ભાજપના ખેસ ઉતારી રોડ ચક્કાજામ કર્યો. આવનારા સમયમાં સમાજની માંગ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો