મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ આજે એટલે કે 1લી ફ્રેબુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારામણે નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે.. જેમાં નાણામંત્રીએ આવકવેરાની નવી રીઝીમ પર ભાર મૂક્યો છે એટલું જ નહીં તેને આકર્ષિત બનાવવા માટે અનેક એલાન કરવામાં આવ્યું છે જોકે, આની અપેક્ષા અગાઉથી રાખવામાં આવી હતી. ત્યારે બીજી તરફ નવી રિઝીમમાં નોકરિયાત વર્ગના લોકો માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનનું પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે નાણામંત્રીએ આવકવેરાની નવી રિઝીમમાં પણ સ્ટાન્ડર્ડ ડિડક્શનને ફાયદો આપવાનું એલાન કર્યું છે જેનો હેતુ ટેક્સપેયર્સને ન્યૂ ટેક્સ રીઝીમ તરફ આકર્ષિત કરવાનો છે. સરકાર ટેક્સ પેયર્સને જૂની ટેક્સ સિસ્ટમની જગ્યાએ નવી ટેક્સ સિસ્ટમનો ઉપયોગ કરવા કહ્યું છે.

નાણામંત્રીએ નિર્મલા સિતારમણે બજેટમાં જણાવ્યું કે, જે કર્મચારીની વાર્ષિક આવક રૂપિયા 15.5 લાખ કે તેથી વધુ છે, તેઓને નવા કર વ્યવસ્થા હેઠળ વાર્ષિક રૂ. 52,500નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે જ્યારે આ અગાઉ ન્યૂ ટેક્સ રીઝીમમાં કોઈ પણ પ્રકારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું નહોતું જોકે, માત્ર ઓલ્ડ ટેક્સ રીઝીમમાં નોકરી કરવાવાળા લોકોને સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ વાર્ષિક 50 હજાર રૂપિયા મળતો હતો.
કેન્દ્રીય બજેટ 2018માં સરકાર દ્વારા સ્ટાન્ડર્ડ ડિડક્શનની રજૂઆત કરવામાં આવી હતી. જો કે, તેના બદલે સરકાર દ્વારા પરિવહન ભથ્થું અને તબીબી ભરપાઈ પાછી ખેંચી લેવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2017-18 સુધી, કરદાતા પરિવહન ભથ્થા તરીકે 19,200 રૂપિયાનો દાવો કરી શકે છે. તે વાર્ષિક રૂ. 15,000ની મેડિકલ રિઈમ્બર્સમેન્ટનો પણ દાવો કરી શકે છે. આ માટે નોકરી કરતા લોકોએ મેડિકલ બિલ કંપનીના નાણા વિભાગમાં જમા કરાવવાનું હતું. અગાઉ સ્ટાન્ડર્ડ ડિડક્શન માત્ર 40,000 રૂપિયા હતું. ત્યારબાદ વચગાળાના બજેટ 2019માં તેને વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી હતી. સ્ટાન્ડર્ડ ડિડક્શનનો ખ્યાલ નવો નથી. સરકાર આ કપાત નાણાકીય વર્ષ 2004-05માં પગારદાર વર્ગને આપતી હતી જે બાદ તેને સમાપ્ત કરવામાં આવ્યો.
READ ALSO
- વિષ્ણુદેવ છત્તીસગઢના નવા મુખ્યમંત્રી
- પાકિસ્તાને વૈશ્વિક દરજ્જો મેળવવો હશે તો ભારત જેવા પાડોશીઓ સાથે સબંધો સુધારવા જ પડશે- નવાઝ શરીફ
- આ સરળ ટિપ્સ અજમાવીને બચાવી શકો છો તમારી કારનું ફ્યૂલ, થશે મોટી બચત
- ચાંદખેડામાં પ્રેમ-પ્રકરણમાં યુવતીના કાકા સહિત ત્રણ શખ્સોએ યુવાનનું કર્યું અપહરણ, નગ્ન કરીને ઢોર માર માર્યા બાદ છોડી મૂક્યો
- AHMEDABAD / બસમાં બાજુમાં બેઠેલા યુવકે નશાયુક્ત બિસ્કિટ ખવડાવી બેભાન કર્યા, સાડા ત્રણ લાખ લૂંટી લીધા