GSTV
India News ટોપ સ્ટોરી

મોટી દુર્ઘટના/ મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેને માલગાડીને મારી ટક્કર, 50થી વધુ મુસાફરો ઘાયલ

મહારાષ્ટ્ર

Maharashtra Gondia train accident: મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન દુર્ઘટના સામે આવી છે. અહીં એક પેસેન્જર ટ્રેને ગુડ્સ ટ્રેનને ટક્કર મારી છે. આ અકસ્માતમાં પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ મુસાફરે જીવ ગુમાવ્યો નથી. જોકે, 50થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

આ ઘટના મંગળવારે રાત્રે લગભગ 2.30 વાગ્યે બની હતી જ્યારે એક ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં 50 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન ભગત કી કોઠી વચ્ચે સિગ્નલ ન મળવાને કારણે આ અકસ્માત થયો હતો. રાહતની વાત એ છે કે આમાં એકપણ મુસાફરનું મોત થયું નથી. અકસ્માતનો ભોગ બનેલી ટ્રેન છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના જોધપુર જઈ રહી હતી.

ટ્રેન પાછળથી ટકરાઈ

ઘાયલ મુસાફરોને ગોંદિયા જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના મધ્યરાત્રિ દરમિયાન બની હતી. આ બંને ટ્રેનો એક જ દિશામાંથી એટલે કે નાગપુર તરફ જઈ રહી હતી. લીલી ઝંડી મળતાં જ ભગતની કોઠી ટ્રેન આગળ જઇ રહી હતી, પરંતુ ગુડ્સ ટ્રેનને ગોંદિયા શહેર પહેલાં સિગ્નલ ન મળતાં પાટા પર ઉભી રહી હતી. જેના કારણે ભગતની કોઠી ટ્રેન તેની સાથે પાછળથી અથડાઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો.

Read Also

Related posts

કોરોનાનો કાળ ક્યારે કેડો છોડશે ? ગુરૂવારે પણ કોરોનાના કેસો વધ્યા 24 કલાકમાં 2,529 નવા કેસ

pratikshah

નવી રણનીતિના સંકેત! / POK અંગે અમેરિકાનું વિવાદાસ્પદ નિવેદન, US રાજદૂતે ગણાવ્યું આઝાદ કાશ્મીર

Hemal Vegda

BIG BREAKING: નેપાળના બારા જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત, 16ના કરૂણ મોત 24 લોકો ઘાયલ

pratikshah
GSTV