GSTV
ટોપ સ્ટોરી

સાવધાન/ અમદાવાદ રૂરલમાં 50થી વધુ બાળકો છે કોરોનાથી સંક્રમિત, વેન્ટિલેટર પરનાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો

કોરોના

અમદાવાદમાં વધતા કોરોના કેરને લઇને 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં હાલમાં 300 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલમાં છ બાળકો કોરોના પોઝિટિવ દાખલ થયેલા છે. જેમાંથી એક બાળક ઓક્સિજન પર છે. છ બાળકો 37 દિવસથી લઇને 12 વર્ષ સુધીના છે. આ છ બાળકોમાંથી ચાર બાળકોના વાલીઓએ વેક્સિન લીધી ન હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત હાલ 1200 બેડમાં બીજા 88 દર્દી દાખલ છે.

કોરોના

અમદાવાદ રૂરલમાં 50થી વધુ બાળકો સંક્રમિત

અમદાવાદ રૂરલમાં 454 એક્ટિવ કેસ છે. જેમાંથી 50થી વધુ બાળકો સંક્રમિત છે. આ બાળકો 10 થી 15 વર્ષની વચ્ચેના છે. બાળકો હોમ આઇસોલેશનમાં છે. આરોગ્ય ટીમ દ્વારા કીટ પણ આપવામાં આવે છે. 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે. તો 15થી નાની ઉંમરના બાળકોની વિશેષ કાળજી રાખવી જરૂરી છે. ખાનગી હોસ્પિટલોમાં આઇસોલેશન બેડ કરતા વેન્ટિલેટર પરનાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. એક જ દિવસમાં વેન્ટિલેટર પરનાં દર્દીઓની સંખ્યા 7થી વધીને 16 થઈ ગઈ છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે શહેરની 65 ખાનગી હોસ્પિટલ અને 3 ખાનગી કોવિડ સેન્ટર શરૂ કરાયા છે. જેમાં હોસ્પિટલમાં કુલ 260 દર્દીઓ અને 15 દર્દીઓ કોવિડ સેન્ટરમાં દાખલ છે.

CHILD CORONA

સિવિલમાં હાલમાં 9 દર્દીઓ વેન્ટિલેટર પર છે તો 40 દર્દીઓ ઓક્સિજન પર

અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાનાં કેસનાં કારણે હવે હોસ્પિટલો પણ ફૂલ થવા લાગી છે. હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હોય એવાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સાથે જે લોકોએ વેક્સિન લીધી ન હોતી તે બધાં હાલમાં ઓક્સિજન સપોર્ટ પર છે. સિવિલ હોસ્પિટલમાં જ સતત વધી રહેલા કોરોનાનાં કેસમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તેમજ જે દર્દીઓએ વેક્સિન નથી લીધી તેઓ વધારે ગંભીર પરિસ્થિતિમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં હાલમાં 9 દર્દીઓવેન્ટિલેટર પર છે તો 40 દર્દીઓ ઓક્સિજન પર છે.

READ ALSO :

Related posts

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ફાઈવ સ્ટાર ઉતારો / રાજસ્થાન રોયલ્સની ટીમ રોકાઈ છે અમદાવાદની આ હોટેલમાં, જૂઓ અંદરની તસવીરો

Hardik Hingu

ભારત vs જાપાન એશિયા કપ 2022: એશિયા કપ હોકીમાં ટીમ ઈન્ડિયાનું જોરદાર પ્રદર્શન, જાપાનને 2-1થી હરાવ્યું

Zainul Ansari
GSTV