GSTV
Home » News » 80 વર્ષોથી વસવાટ કરતા 400 થી વધુ મીલ કામદારોની સ્થિતિ બની કફોડી, શું છે તેમની હાલત

80 વર્ષોથી વસવાટ કરતા 400 થી વધુ મીલ કામદારોની સ્થિતિ બની કફોડી, શું છે તેમની હાલત

બીલીમોરાની જાણીતી ગાયકવાડ મીલ બંધ થયા બાદ 80 વર્ષોથી વધુ સમયથી રહેતા 400 થી વધુ મીલ કામદારોની સ્થિતિ મુદ્દે કફોડી બની છે. મીલ માલિકોએ વર્ષો બાદ પોતાની જમીન ઉપર વિકાસ કાર્યો માટે મંજૂરી ન આપતા ગાયકવાડ મીલ ચાલ વિસ્તારમાં વિકાસ કાર્યોને બ્રેક લાગી છે.

જેથી વિકાસથી વંચિત 400 દલિત પરિવારોએ ન્યાય મેળવવા માટે પ્રતિક ધરણાનો સહારો લીધો છે.અત્યાર સુધી મીલ માલિકો ગાયકવાડ મીલ ચાલ વિસ્તારમાં કામ કરવા માટે એનઓસી આપતા હતા અને બીલીમોરા પાલિકા વિકાસ કામો કરતી આવી હતી. જોકે કામદારો પોતાની નીકળતા પીએફ તેમજ અન્ય લેણાં મુદ્દે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે.

ત્યારે હવે મીલ માલિકોએ ૮૦ વર્ષથી વસવાટ કરતાં ગરીબ કામદારોનો આશીયાનો છીનવી લેવાની પેરવી કરી બીલીમોરા પાલિકાને પ્રાથમિક સુવિધા ઉભી કરવાની સંમતિ ન આપતા કામદારોની સ્થિતિ કફોડી બની છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં કોર્પોરેશને રસ્તા બનાવવાની જગ્યાએ થીંગડા મારતા લોકોમાં રોષ

Kaushik Bavishi

નર્મદા ડેમ તેની સર્વોચ સપાટીથી માત્ર 49 સેમી દુર, 23 દરવાજા ખોલવામાં આવતા તંત્ર એલર્ટ

Nilesh Jethva

રાજ્યના આ કોંગ્રેસી ધારાસભ્યના પુત્રની ધરપકડ, આ હતો આરોપ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!