GSTV
Home » News » રાજ્યની ન્યાયપાલિકામાં ધરખમ ફેરફારો, 400થી વધુ જજની બદલી

રાજ્યની ન્યાયપાલિકામાં ધરખમ ફેરફારો, 400થી વધુ જજની બદલી

હાલમાં રાજ્યમાં બદલીનો દોર ચાલુ છે. પહેલા આઇપીએસ અને આઈએએસની બદલી બાદ 200 થી વધુ પોલીસકર્મીની બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે રાજ્યમાં 400થી વધુ જજોની બદલી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યના 400થી વધુ જજોની સામુહિક બદલી કરી છે. ગુજરાત હાઈકોર્ટ આદેશ આપતા જણાવ્યું હતું કે, રાજ્યની અલગ અલગ કોર્ટમાં જજની બદલી કરવામાં આવી છે જેમાં રાજ્યના એડિશનલ અને રેગ્યુલર તેમજ પ્રિન્સિપાલ જજની પણ બદલી કરાઈ છે. બદલીના આ હુકમોમાં રાજકોટ ઉપરાંત જામનગર, મોરબી, કચ્છ-ગાંધીધામ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર ઉપરાંત ઉતર અને દક્ષિણ ગુજરાતના જિલ્લા-તાલુકા કક્ષાએ ન્યાયાધીશોની મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે.

કુલ 415 જજોની બદલીના હુકમોમાં સીવીલ, એડીશ્નલ, સેશન્સ જજ, મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ, ફાસ્ટ ટ્રેક જજ મુખ્ય સેશન્સ જજોનો સમાવેશ થાય છે. અમદાવાદ ગ્રામ્યમાંથી 12 જેટલાં એડીશ્નલ સેશન્સ જજ, સીટી સેશન્સ કોર્ટમાંથી 7 જજ અને લેબર કોર્ટ-ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના જજની બદલીઓ કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલ પી. આર. પટેલની સહીથી ઇસ્યુ થયેલા આ હુકમોમાં 77 જિલ્લા ન્યાયાધીશો, 230 સીવીલ જજો, 129 સીનીયર સીવીલ જજની બદલીઓ કરવામાં આવી છે. બદલીના આ હુકમોમાં જુનાગઢના મુખ્ય જીલ્લા જજ ડી. ટી. સોનીને દાહોદ જીલ્લાના મુખ્ય સેશન્સ જજ તરીકે મુકવામાં આવ્યા છે. ગાંધીનગરના મુખ્ય જજ એ.સી. રાવને ત્યાંને ત્યાં જ મુકવામાં આવેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર શ્રી વી. કે. વ્યાસને બનાસકાંઠાનાં મુખ્ય જજ તરીકે તેમજ ગુજરાત રાજયના ઉચ્ચ ઉપનિર્દેક્ષક શ્રી યુ. ટી. દેસાઇને ભરૂચ જીલ્લામાં મુખ્ય જીલ્લા જજ તરીકે મુકવામાં આવ્યા છે.શ્રી રાવને સુપ્રિમ કોર્ટ કોલેજીયમે ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે નિયુકત કરવાની મંજૂરી આપી હતી. સુરતના મુખ્ય સેશન્સ જજ ગીતા ગોપીને રાજકોટ જીલ્લાના મુખ્ય સેશન્સ જજ તરીકે મુકવામાં આવેલ છે. જયારે રાજકોટના પ્રિન્સીપાલ સેશન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજ શ્રી આર. કે. દેસાઇને સુરતના મુખ્ય સેશન્સ જજ તરીકે મુકવામાં આવેલ છે.

1

સીનીયર સીવીલ જજોની કુલ 129 જજોની બદલીના હુકમોમાં અમરેલીના વી. એ. ધાંધલને અમદાવાદ તેમજ મોરબીના જે. વી. પટેલને અમદાવાદ ખાતે અમરેલીના બી. આર. વાઘેલાને અમદાવાદ (કચ્છ) ખાતે તેમજ સુરેન્દ્રનગરના આઇ. એમ. સરદારને અમદાવાદ રૂરલ તેમજ જામનગરના ટી. એન. ખંધાડીયાને અમદાવાદ રૂરલ ખાતે અને રાજકોટના કે. ડી. પરમારને અમદાવાદ (રૂરલ) ભાવનગરના જે. આર. ડોડીયાને આણંદ ખાતે મુકવામાં આવ્યા છે. રાજકોટના જનકકુમાર ડી. સોલંકીને અરવલ્લી ખાતે તેમજ દ્વારકાના એચ. એસ. ખુંટવડને બનાસકાંઠામાં અને રાજકોટના એમ. ડી. બ્રહ્મભટ્ટને બનાસકાંઠા ખાતે મુકવામાં આવેલ છે. ભુજના ડી. બી. ગોહીલને કચ્છ-ભુજ ખાતે તેમજ ભાવનગરના પી. એમ. શાહને મહેસાણા, જૂનાગઢના જે. એસ. પંચાલને મહેસાણા, ભાવનગરના જે. જે. ભટ્ટને મહેસાણા ખાતે અને દ્વારકાના એ. વાય. ઉકાણીને મહેસાણા ખાતે મુકવામાં આવેલ છે.

2

આ ઉપરાંત રાજકોટના આર. ડી. મહેતાને ગાંધીનગર જયારે રાજકોટના એમ. એસ. બાકી ને આણંદ ખાતે એસ. બી. મહેતાને આણંદ ખાતે જામનગરના એ. એસ. દેસાઇને આણંદ ખાતે તેમજ રાજકોટના વી. એસ. ગઢવીને આણંદ ખાતે કચ્છના આર. જી. બારોટને અરવલ્લી ખાતે ખુલ્લી નવી સીનીયર ડીવીઝન કોર્ટમાં મુકવામાં આવેલ છે.

3

4
રાજકોટના બી. આર. રાજપૂત, અને એમ. એસ. સુતરીયાને રાજકોટ ખાતે જ ચાલુ રાખવામાં આવેલ છે. આજ રીતે સુરતના 11 જજોને સુરત ખાતે ચાલુ રખાયા છે. સુરેન્દ્રનગરના બે અને વડોદરાના પાંચ સીનીયર સીવીલ જજોને વડોદરા ખાતે જ ચાલુ રખાયા છે.
જયુ. મેજીસ્ટ્રેટની બદલીના હુકમોમાં રાજકોટના જે. એ. પટેલને અમદાવાદ ખાતે અમરેલીના એમ. એમ. સૈયદને અમદાવાદ રૂરલ અને રાજકોટના જે. એ. પટેલને અમદાવાદ રૂરલ અને મોરબીના ટી. એ. ભાડજાને અમદાવાદ ખાતે મુકવામાં આવ્યા છે. એડહોક રેગ્યુલર એડી. જજોની બદલીના હુકમમાં કુલ ર૩૦ સિવીલ જજોની ટ્રાન્સફર કરવામાં આવી છે.

5

6

7

8

0705-JD-5

0705-JD-6

0705-JD-7

0705-JD-8

0705-JD-9

0705-JD-10

0705-JD-11

0705-JD-12

0705-JD-13

0705-JD-14

0705-JD-15

0705-JD-16

0705-JD-17

0705-JD-18

0705-JD-19

0705-JD-20

0705-JD-21

0705-JD-22

0705-JD-23

Related posts

કેશોદનાં તુવેર કૌભાંડમાં તપાસ શરૂ, ખેડૂતોએ પુરવઠા અધિકારીનો હુરીયો બોલાવ્યો

Riyaz Parmar

વારાણસીમાં PM મોદીનો રોડ-શો, ઉમેદવારી પહેલા દરેકનાં દિલ જીતવાની આ છે સ્ટ્રેટેજી

Riyaz Parmar

કોંગ્રેસે અલ્પેશ ઠાકારનું MLA પદ રદ્દ કરવા વિધાનસભા સ્પીકરને રજુઆત કરી, અધ્યક્ષ બોલ્યા કે…

Riyaz Parmar