GSTV
Home » News » ગુજરાતમાં રવિ વાવેતર કરનારા ખેડૂતો માટે ખુશ ખબર, આ પાકને સૌથી વધુ ફાયદો થશે

ગુજરાતમાં રવિ વાવેતર કરનારા ખેડૂતો માટે ખુશ ખબર, આ પાકને સૌથી વધુ ફાયદો થશે

ગુજરાતમાં રવિ વાવેતરનો પિરિયડ આશરે ૨૫ દિવસ મોડો ચાલી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં વાવેતરમાં ખેડૂતોએ સારો એવો રસ દાખવતા રાજ્યમાં તા. ૨૫ નવેમ્બર  સુધીમાં ૩૦.૬૨ ટકા વાવેતર થઇ ગયું છે. અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને વાવાઝોડાના લીધે સર્જાયેલી પ્રતિકુળ અસર હેઠળ ખેડૂતો ખરીફ વાવેતરની નુકશાની વચ્ચે બેઠા થઇને રવિ વાવેતર તરફ વળ્યા છે. શિયાળાની ઠંડી હવે ધીમેધીમે જામતા રવિ વાવેતરને સારો એવો ફાયદો મળી રહ્યો છે. ખાસ કરીને ઘઉં માટે ઠંડી અત્યંત જરૂરી છે.

નોર્મલ વાવેતર વિસ્તારની સરખામણીમાં રાઇ સહિતના તેલેબિયાના પાકોનું વાવેતર સૌથી વધુ એટલેકે ૭૨.૭૧ ટકા જેટલું થઇ ગયું છે. ઘઉંનું વાવેતર ૧૭.૮૯ ટકા, ધાન્ય પાકોનું ૨૧.૫૧ ટકા તેમજ કઠોળ પાકોનું વાવેતર ૪૪.૧૧ ટકા જેટલું થવા પામ્યું છે. રવિ વાવેતરમાં મુખ્ય પાક ઘઉં છે. જેમાં રાજ્યમાં પિયત ઘઉંનું વાવેતર ૧.૬૦ લાખ હેક્ટરમાં થઇ ગયું છે. જ્યારે ઘઉં બિનપિયતમાં ૧૦,૪૯૭ હેક્ટર વાવેતર થયું છે. ઘઉંનો નોર્મલ વાવેતર વિસ્તાર ૯.૫૩ લાખ હેક્ટર છે. જેમાંથી અત્યાર સુધીમાં ૧.૭૦ લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે.

સૌરાષ્ટ્રમાં ઘઉંનું સૌથી વધુ ૬૨,૧૦૦  હેક્ટર, ઉત્તર ગુજરાતમાં ઘઉંનું ૫૯,૦૦૦ હેક્ટરમાં  વાવેતર થયું છે. જેમાં બનાસકાંઠામાં ૨૧,૮૦૦ હેક્ટર વાવેતર રાજ્યમાં સૌથી વધુ છે. દક્ષિણ ગુજરાતમાં માત્ર ૧,૬૦૦ હેક્ટર વાવેતર છે. મધ્ય ગુજરાતમાં ૩૪,૬૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં અમદાવાદમાં માત્ર ૮,૪૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે ચોમાસામાં દિવસો સુધી પાણીમાં ડૂબેલા રહેલા વડોદરામાં ઘઉંનું માત્ર ૧,૯૦૦ હેક્ટર વાવેતર થયું છે.રાજ્યમાં બિન પિયત ઘઉં ( ભાલિયા ઘઉં) માટે જાણીતા અમદાવાદના ભાલ પંથકમાં ૯,૫૦૦ હેક્ટરમાં ભાલિયા ઘઉંનું વાવેતર થઇ ગયું છે. આ વર્ષે કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં હજુ પાણી ભરાયેલા હોવાથી વાવેતરને અસર થઇ છે.

અન્ય વાવેતરની વાત કરી એ તો મધ્ય ગુજરાતમાં મકાઇનું સારુ એવું વાવેતર જોવા મળે છે. જેમાં દાહોદમાં ૨૩,૨૦૦ હેક્ટર વાવેતર અત્યાર સુધી સંપન્ન થયું છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચણાનું સારા પ્રમાણમાં વાવેતર થયું છે. જેમાં દાહોદ અને જુનાગઢ મોખરે છે. બનાસકાંઠા જિલ્લામાં રાઇનું સૌથી વધુ વાવેતર થયું છે. ૧,૧૯,૪૦૦ હેક્ટરમાં રાઇનું વાવેતર છે. પાટણ અને મહેસાણા પણ રાઇનું સારુ વાવેતર જોવા મળે છે. રાજ્યમાં તમાકુનું સૌથી વધુ વાવેતર આણંદ જિલ્લામાં ૩૬,૭૦૦ હેક્ટરમાં થયું છે. જીરૂના વાવેતરમા ંબનાસકાંઠા અને પાટણ જિલ્લો આગળ છે. રાજ્યમાં ડુંગળીનું ફક્ત ૫,૮૦૦ હેક્ટરમાં જ વાવેતર નોંધાયું છે.  શિયાળામાં શાકભાજીનું ૫૦,૦૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે.

 રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર ૩૧.૨૦ લાખ હેક્ટર જેટલો છે. જેમાંથી અત્યાર સુધીમાં ૯.૫૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે ગત વર્ષ કરતા આશરે ૩ લાખ હેક્ટર જેટલું ઓછુ છે. સામાન્ય રીતે રવિ વાવેતર તા.૧૫ ઓક્ટોબરથી ૧૦ ડિસેમ્બર સુધીમાં થઇ જતું હોય છે. પરંતું આ વર્ષેની પ્રાકૃતિક અસરોના કારણે વાવેતર ૨૫ દિવસ જેટલું મોડુ પડયું છે. તેમ છતાંય હાલમાં પડી રહેલી ઠંડી અને સારા વાતાવરણની અનુકુળતાને જોતા રવિ વાવેતર આગામી દિવસોમાં વધશે. હાલમાં રાજ્યમાં લધુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી માંડીને ૨૧ ડિગ્રી સુધી ચાલી રહ્યું છે. આમ ઠંડી જામતા તેનો ફાયદો રવિ વાવેતરને થશે.

ગુજરાતમાં કયા વિસ્તારમાં કેટલા હેક્ટરમાં રવી વાવેતર થયું ?

વિસ્તારહેક્ટર
ઉત્તર ગુજરાત,૫૭,૩૦૦
મધ્ય ગુજરાત,૧૫,૯૦૦
સૌરાષ્ટ્ર,૬૫,૪૦૦
દક્ષિણ ગુજરાત૯૯,૮૦૦
કચ્છ૧૬,૯૦૦
કુલ,૫૫,૩૦૦

READ ALSO

Related posts

ઉત્તર પ્રદેશમાં દુષ્કર્મની ઘટનાઓ વધતા સીએમ યોગી આદિત્યનાથે લીધો આ મોટો નિર્ણય

Nilesh Jethva

આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર

Nilesh Jethva

આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!