આવતા વર્ષે વેચાશે 30 કરોડથી વધુ મોબાઇલ, Xiaomi રહેશે સૌથી આગળ

સ્માર્ટફોનના વેચાણના હિસાબે જોવામાં આવે તો વર્ષ 2019માં ચાંદી થવાની છે. હાલમાં એક અભ્યાસમાં સામે આવ્યું છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2019માં લગભગ 302 મિલિયન (30 કરોડથી વધુ) મોબાઇલનું વેચાણ થશે. છેલ્લા થોડા સમયમાં સ્માર્ટફોન અને સ્માર્ટ ફીચર ફોનનુ વેચાણમાં ભારે વધારાને જોઇને આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવતા વર્ષે રેકોર્ડ ફોનનું વેચાણ થશે અને તેના વેચાણમાં પણ ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી બાજી મારી શકે છે.

આ અભ્યાસ ટેકનૉલોજી રિસર્ચ કન્સલ્ટિંગ ફર્મ techARC દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે. પરિણામમાં સામે આવ્યું કે આવતા વર્ષ વેચાનારા 30 કરોડથી વધુ મોબાઇલમાંથી 49.3 ટકા સ્માર્ટફોન, 18.2 ટકા સ્માર્ટ ફીચર ફોન અને 32.5 ટકા ફીચર ફોન હશે.

ટેકઆર્કે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે 2019માં એવા ગ્રાહકો માટે ખૂબ મોટી રિપ્લેસમેન્ટ સાઇકલ છે, જેણે 2015 થી 2017ની વચ્ચે પોતાનો પ્રથમ 4જી સ્માર્ટફોન ખરીદ્યો. એક સ્ટડી મુજબ, જે બ્રાન્ડ આવતા વર્ષના વેચાણમાં ભારે વેચાણ કરી શકે છે, તેમાં શાઓમી, વનપ્લસ, ગૂગલ, નોકિયા, આસુસ અને રિયલમી સામેલ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter