GSTV

મહારાષ્ટ્રમાં કોરોનાએ ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપ: 20 હજારથી વધુ પોલીસકર્મી સંક્રમિત, 204ના મોત

કોરોના

દેશમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ગત 24 કલાકમાં ભારતમાં કોરોનાના 90,123 નવા કેસ સામે આવ્યા છે. સાથે જ 1,290 લોકોના આ મહામારીમાં જીવ ગયા છે. દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 50,20,360 થઇ ગઇ છે. જેમાં 9,95,933 કેસ એક્ટિવ છે અને 39,42,361 કોરોના દર્દી સ્વસ્થ થઇ ચુક્યા છે. હજુ સુધી કોરોનાના કુલ 82,066 મોત થઇ ચુક્યા છે. જો કે દેશમાં હજુ પણ 10 રાજ્ય એવા છે જ્યાં 100થી ઓછા મોત થયા.

મહારાષ્ટ્રમાં 247 પોલીસકર્મી સંક્રમિત

મહારાષ્ટ્રના પોલીસબેડામાં કોરોનાનું સંક્રમણ સતત ફેલાઇ રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 247 પોલીસકર્મી કોરોના સંક્રમિત થયા છે. સાથે જ 2ના મોત થયા છે. રાજ્યમાં 20 હજારથી વધુ પોલીસકર્મી સંક્રમિત થયા છે.

પોલીસ

મહારાષ્ટ્રમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ

મહારાષ્ટ્રમાં કિલર કોરોના રૌદ્ર સ્વરૃપ દિનપ્રતિદિન વધી રહ્યું છે. સરકારે ઘરે-ઘરે કોરોના દરદીની તપાસ શરૃ કરી છે. રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના દરદીના મોતની સૌથી વધુ છે. આજે કોરોનાના ૫૧૫ દરદીના મોત થયા હતા. અને ૨૦ હજાર ૪૮૨ નવા કોરોના દરદી નોંધાયા હતા. આથી રાજ્યમાં અત્યાર સુધી કોરોનાગ્રસ્તોની સંખ્યા ૧૦ લાખ ૯૭ હજાર ૮૫૬ પહોંચી છે. અને મરણાંક ૩૦,૪૦૯ થયો છે. જ્યારે આજે ૧૯,૪૨૩ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ અપાયા છે અને ૨ લાખ ૯૧ હજાર ૭૯૭ દરદી રાજ્યની વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

કોરોના

જ્યારે મુંબઈમાં આજે કોરોનાના ૪૯ દરદી મૃત્યુ પામ્યા હતા અને નવા કોરોનાના ૧,૫૮૬ દરદી નોંધાયા હતા. આથી મુંબઈમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા ૧ લાખ ૭૩ હજાર ૫૯૬ થયો છે અને મરણાંક વધીને ૮,૨૩૦ થયો છે. આજે ૧,૭૧૭ દરદી સાજા થઈને હોસ્પિટલથી ઘરે ગયા છે. અત્યાર સુધી મુંબઈમાં કોરોનાના ૧,૩૪,૦૬૬ દરદી કોરોનામુક્ત થયા છે. જ્યારે મુંબઈમાં ૩૦ હજાર ૮૭૯ દરદી શહેરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. મુંબઈમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ ૭૭ ટકા છે. મુંબઈમાં કન્ટેનમેન્ટ ઝોન ૫૯૨ છે અને ૮,૧૬૩ ઇમારતો સીલ કરી છે.

કોરોના

મુંબઈ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં કોરોના દરદીની સંખ્યા પુણેમાં ૨,૩૯,૪૮૧, થાણેમાં ૧,૬૦,૬૮૩, રાયગઢમાં ૪૨,૮૧૩, ઔરંગાબાદમાં ૩૦,૨૮૪, નાશિકમાં ૫૭,૦૩૭, નાગપુરમાં ૫૩,૮૫૩ દરદી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના દરદી પૈકી રિકવરીનું પ્રમાણ ૭૦.૬૨ ટકા છે. એટલે કે ૭,૭૫,૨૭૩ કોરોના દરદી કોરોનામુક્ત થયા છે. જ્યારે મૃત્યુનું પ્રમાણ ૨.૭૭ ટકા છે. અને કોરોનાના દરદીનું પ્રમાણ ૨૦.૨૯ ટકા છે. એટલે કે મહારાષ્ટ્રમાં ૫૪ લાખ ૦૯ હજાર ૦૨૦ લોકોના ટેસ્ટ કરતાં ૧૦ લાખ ૯૭ હજાર ૮૫૬ જણ કોરોના પોઝિટિવ નોંધાયા હતા અને ૧૭,૩૪,૧૬૪ દરદીને હોમ ક્વોરન્ટીન કરાયા છે. અને ૩૭,૨૨૫ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન કરાયા હોવાનું રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

Read Also

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

લદ્દાખ પર લડાઈ/ કાશ્મીરમાંથી અલગ કરી લદ્દાખ સાથે અન્યાય કરી રહી છે મોદી સરકાર, તમામ પાર્ટીઓએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર

Pravin Makwana

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!