GSTV

અમેરિકામાં કોરોનાને કારણે આશરે સવા 2 લાખ લોકોનાં થયાં મોત, જાહેર થયો આ અહેવાલ

ચાલુ વરસે 26મી જાન્યુઆરીથી 3 ઓક્ટોબરની વચ્ચે અમેરિકામાં કોરોના અને અન્ય કેટલીક બીમારીના લાખો મરણ થયાં હતાં. એમાંના બે તૃતિયાંશ મરણો કોરોનાના કારણે થયાં હતાં એવો અહેવાલ પ્રગટ થયા હતા.

અમેરિકામાં કોરોના

કુલ મોતના 2 તૃત્યાંશ મોત કોરોનાને કારણે

યુએસ સેન્ટર ફોર ધ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ (સીડીસી)એ પ્રગટ કરેલી વિગતો મુજબ કુલ મરણના બે તૃત્યાંશ મરણ કોરોનાના કારણે થયાં હતાં. મંગળવારે સીડીસીએ પ્રગટ કરેલા રિપોર્ટ મુજબ ગયા વરસે જાન્યુઆરી અને ઓક્ટોબર વચ્ચે થયેલાં મરણ કરતાં આ વરસે વધુ લોકો રોગચાળાના કારણે મરણ પામ્યાં હતાં.

દર સપ્તાહે વધી રહ્યો છે સરેરાશ મૃત્યુઆંક

એજન્સી એવો દાવો કર્યો હતો કે આ તો અમારો અંદાજ છે. રોગચાળાથી વધુ મરણ થયાં હોઇ શકે છે. આ વર્ષના માર્ચ મહિનાથી દર અઠવાડિયે મૃત્યુની સંખ્યા સતત વધતી રહી હતી. 25થી 44 વર્ષની વયના લોકો વધુ મૃત્યુ પામ્યા હતા. કુલ મૃત્યુમાં કોરોનાનો ફાળો 26.5 ટકાનો હતો.

ચોક્કસ સમાજ-જાતિના લોકોનો મૃત્યુદર વધુ

આ રિપોર્ટમાં એવી પણ નોંધ લેવાઇ હતી કે ખાસ સમાજના અને જાતિના લોકોના મૃત્યુદરમાં સારો એવો વધારો નોંધાયો હતો. 11 એપ્રિલ અને 8 ઑગષ્ટે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન સૌથી વધુ સંખ્યામાં મરણ નોંધાયા હતા. એકલા કોરોનાએ અત્યાર સુધીમાં આશરે સવા બે લાખ લોકોનો ભોગ લીધો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

2020માં વધુ એક મુસીબત/ મિસાઇલની રફતારથી ધરતી તરફ આગળ વધી રહી છે આ ‘આસમાની આફત’, બુર્જ ખલીફા જેટલી છે વિશાળ

Bansari

આ દેશમાં લગ્ન બાદ પતિ પત્નીએ નહીં રાખવી પડે એક જ અટક, યુએન પણ છે આ કાયદાની વિરુદ્ધમાં

Karan

કોરોનાનો RT-PCR ટેસ્ટ તમામ રાજ્યોમાં 400 રૂપિયામાં થવો જોઈએ, સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સમક્ષ માંગ્યો જવાબ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!