GSTV

હવામાન: ગુજરાતના ૧૪ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, હાલ ભારે વરસાદની સંભાવના નહિવત

Last Updated on June 25, 2021 by Pravin Makwana

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું પ્રભુત્વ રહ્યું હતું અને ૧૪ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આવતીકાલે ડાંગ, નવસારી, તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ગુરુવારે સવારે ૬ થી સાંજે ૬ દરમિયાન સુરતના પલસાણામાં સૌથી વધુ ૩.૨૬ ઈંચ, પંચમહાલના હાલોલમાં ૩.૧૪ ઈંચ, ડાંગના વઘઇમાં ૩.૧૧ ઈંચ, ખેડા-નર્મદાના તિલકવાડામાં ૨.૭૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્યત્ર જ્યાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં વાલિયા, વાસો, ચિખલી, ખંભાત, ખેરગામ, વાંસદા, કપડવંજ, ગણદેવી, ફતેપુરાનો સમાવેશ થાય છે. રાજ્યના કુલ ૨૪ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ હતો.

દરમિયાન અમદાવાદમાં આજે ૩૩.૬ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ અમદાવાદમાં ભારે વરસાદની સંભવના નથી અને માત્ર સામાન્ય ઝાપટાં પડી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે ૫ જુલાઇ બાદ જ અમદાવાદમાં વરસાદનું પ્રભુત્વ વધી શકે છે. આજે વડોદરામાં ૩૩.૪, ભાવનગરમાં ૩૩.૯, રાજકોટમાં ૩૪.૯ અને સુરતમાં ૩૦.૬ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન હતું.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!