GSTV
News Trending World

અમેરિકામાં બર્ફિલા તોફાનના કારણે 1800થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી

અમેરિકાના ટેક્સાસથી પશ્ચિમી વર્જિનિયા સુધીના વિસ્તારમાં બર્ફિલા તોફાનના કારણે બુધવારે 1800થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.  ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટઅવેર પ્રમાણે સવારના 8.41 સુધીમાં 1841 ફ્લાઈટ્સને રદ કરવામાં આવી છે. આ સિવાય 750 જેટલી ફ્લાઈટ્સ વિલંબિત થઈ  છે.

 અમેરિકન એરલાઈન્સ ગ્રૂપ ઈન્કએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શિયાળામાં આ બર્ફિલા તોફાનના કારણે અમારી કામગીરી પર અસર પડી રહી છે, જેના કારણે ઘણી ફ્લાઈટ્સને રદ કરવામાં આવી છે અને કેટલીકને વિલંબિત કરવામાં આવી છે.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનએ મંગળવારે એક ટ્વીટમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે પ્રવાસીઓ ડલ્લાસ, ફોર્ટ વર્થ અને મેમ્ફિસ સહિતના અમુક વિસ્તારોમાં બર્ફિલા તોફાનની સ્થિતિ જોવા મળી શકે છે,જેના કારણે ફ્લાઈટ્સનો શેડ્યુલ પ્રભાવિત થઈ શકે છે.

યુએસ નેશનલ વેધર સર્વિસે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઉત્તર અને મધ્ય ટેક્સાસમાં બર્ફિલા તોફાનની સ્થિતિ ગુરુવારની સવાર સુધી યથાવત રહી શકે છે.

Also Read

Related posts

રામનવમીના પાવન દિવસે રીલિઝ થયું આદિપુરુષનું પોસ્ટર, ચાહકો આ રીતે કરશે પ્રચાર

Siddhi Sheth

રામ નવમી 2023: ભગવાન રામનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું, વાંચો તેમના સ્વર્ગમાં જવાનું રહસ્ય

Hina Vaja

શું તમે ITR-U ફાઇલ કરવાનું ચૂકી ગયા છો ? તો તમારી પાસે છે માત્ર 2 દિવસની તક…

Padma Patel
GSTV