GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

માત્ર 32 મિનિટમાં વેચાઈ ગયું 100 કિલો સોનું અને 600 કિલો ચાંદી

દિવાળીના એક દિવસ બાદ સોમવારે નવા વર્ષના મુહુર્તના ટ્રેડિંગ સમયે માત્ર અડધા કલાકમાં 100 કિલો સોનું અને 600 કિલો ચાંદી વેચાઈ ગયું હતું. મુહુર્ત ટ્રેડિંગ સમયે મોંઘી ધાતુની ખરીદીને શુભ માનવામાં આવે છે. હર વર્ષની જેમ મુહુર્ત ટ્રેડિંગ સમયે આ વિશેષ સત્રનું આયોજન ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ના દ્વારા કરવામાં આવ્યું હતું.

હકિકતમાં IBJAના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મેહતાએ જણાવ્યું કે, લગભગ અડધા કલાક ચાલેલા મુહુર્ત ટ્રેડિંગ દરમિયાન 100 કિલો સોનું અને 600 કિલો ચાંદીનો સોદો થયો હતો. IBJAના જણાવ્યાં અનુંસાર સોના- ચાંદીની ખરીદીનો તહેવાર ધનતેરસ ઉપર આ વર્ષે દેશભરમાં લગભગ 30 ટન સોનાની લેવાલી રહી હતી. જો કે ગયા વર્ષે ધનતેરસ પર લગભગ 40 ટન સોનું વેચાણું હતું.

તેમણે જણાવ્યું કે છેલ્લા વર્ષોના મુહૂર્ત ટ્રેડિંગના મુકાબલે ગોલ્ડ અને ચાંદીમાં ઘણા ઉંચા ભાવે સોદા થયા હતા. પરંતુ છેલ્લા કારોબારી સત્રમાં ધનતેરસ પર જે સોનાનો ભાવ હતો તેના કરતા ઓછા ભાવે સોદા થયા. જો કે ચાંદીના ઉંચા ભાવે સોદા થયા હતા.

એસોસિએશનમાંથી મળતી માહિતી મુજબ, મુહૂર્ત ટ્રેડિંગમાં 24 કેરેટ સોના 38,666 ના રૂપિયે પ્રતિ 10 ગ્રામ (જીએસટી સિવાય) વેચાયું, જો કે ધનતેરસ ઉપર 25 નવેમ્બરના 24 કેરેટ સોનાના ભાવ 38,725 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જણાવી દઈએ કે સોના ઉપર 3 ટકા જીએસટી લાગે છે.

READ ALSO

Related posts

Vivo એ ભારતમાં લોન્ચ કર્યા નવા ટ્રૂ વાયરલેસ ઇયરફોન, અહીં જાણો કિંમત અને ફીચર્સ

Ankita Trada

એસીબીની તપાસમાં GPCB ના કલાસ 1 અધિકારી પાસેથી મળી આવી અપ્રમાણસર મિલકત

Nilesh Jethva

આ 10 મોટી બોલિવૂડ મૂવીઝ નેટફ્લિક્સ પર થઈ શકે છે રિલીઝ, આ રહી યાદી જુઓ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!