GSTV
Home » News » એક મહિનામાં અડધો અડધ ATM થઇ જશે ‘ડબ્બા’, ફરી ઉભુ રહેવું પડશે લાઇનોમાં

એક મહિનામાં અડધો અડધ ATM થઇ જશે ‘ડબ્બા’, ફરી ઉભુ રહેવું પડશે લાઇનોમાં

1 માર્ચથી દેશભરમાં અડધો અડધ એટીએમ કામ કરતું બંધ થઇ જશે તેવો દાવો દેશભરમાં તમામ બેન્કો તથા વ્હાઇટ લેબલ એટીએમને સંચાલિત કરતી સંસ્થા કેટમીએ કર્યો છે. કેટમીએ આ સ્થિતીમાંથી બહાર આવવા માટે સરકાર અને ભારતીય રીઝર્વ બેન્કને એટીએમ દ્વારા ટ્રાન્જેક્શન પર લાગતા ચાર્જીસમાં વધારો કરવાની સલાહ પણ આપી છે.

એટીએમ બંધ થવાથી બેરોજગારી વધશે

કોનફેડરેશન ઑફ એટીએમ ઇન્ડસ્ટ્રી એટલે કે કેટમીના ડાયરેક્ટર હિમાંશુ પુજારાએ જણાવ્યું કે, એટીએમ બંધ થવાથી હજારો લોકો નોકરીઓ ગુમાવશે. સાથે જ સરકારના નાણાકીય સમાવેશના ઇરાદાને પણ આંચકો લાગશે. એટીએમ સેવા આપતી કંપનીઓને માર્ચ 2019 સુધી આશરે 1.13 લાખ એટીએમ બંધ કરવા પડે તેવી શક્યતા છે. તેમાં 1 લાખ ઑફ સાઇટ એટીએમ અને 15 હજાર વ્હાઇટ લેબલ એટીએમ છે.

સર્જાશે નોટબંધી જેવો માહોલ

કેટમીએ જણાવ્યું કે એટીએમ કંપનીઓ ધીમે ધીમે તેની સંખ્યા ઘટાડી રહી છે કારણકે તેને ચલાવામાં નુકસાન થઇ રહ્યું છે. હાલ નાના શહેરોમાં એટીએમ બંધ કરવામાં આવી રહ્યાં છે. તેવામાં એટીએમ બંધ થવાથી આ શહેરોમાં નોટબંધી જેવી સ્થિતી પેદા થશે.

સૌથી વધુ નુકસાન વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર્સને થઇ રહ્યું છે અને તે હવે વધુ નુકસાન સહન કરી શકે તેમ નથી. તેના માટે એટીએમ ઇન્ટરચેન્જ જ આવકનું સાધન છે. તે સ્થિર છે. કેટમીએ જણાવ્યું કે જો બેન્કો તેમના ખર્ચની ભરપાઇ નહી કરે તો મોટા પાયે કોન્ટ્રાક્ટ સરેન્ડર થશે આ કારણે એટીએમ બંધ થઇ જશે.

Read Also

Related posts

રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર લાગશે રોક, જાણો વિગતો…

Path Shah

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!