GSTV

ભાદરવો ભરપૂર / ગુજરાતના 40 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ, સૌથી વધુ જાંબુઘોડામાં નોંધાયો 7 ઈંચ

Last Updated on September 22, 2021 by Dhruv Brahmbhatt

ભાદરવો ભરપૂરની ઉક્તિ યથાર્થ ઠરતી હોય તેમ રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત્ રહ્યો છે અને આજે દિવસ દરમિયાન ૪૦ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં બે કલાકમાં સાડા ત્રણ ઈંચ સહિત કુલ સાડા ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી કુલ ૨૫.૨૭ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૭૬.૪૪% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. રાજ્યમાં વરસાદની ઘટ હવે ૧૭% છે.

ગુજરાતમાં આજે અન્યત્ર વધુ વરસાદ પડયો તેમાં ૫.૨૭ ઈંચ સાથે છોટા ઉદેપુરના બોડેલી, ૪.૭૬ ઈંચ સાથે જેતપુર પાવી, ૪.૦૧ ઈંચ સાથે રાજકોટના ધોરાજી, ૩.૩૮ ઈંચ સાથે જુનાગઢના વિસાવદર, ૨.૮૭ ઈંચ સાથે ક્વાંટનો સમાવેશ થાય છે. જાંબુઘોડામાં બારે મેઘ ખાંઘા થયા હોય તેમ સવારે ૮ થી ૧૦માં ૧.૬૧ ઈંચ જ્યારે સવારે ૧૦ થી ૧૨માં ૩.૬૨ ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો તેમાં વાલિયા, ડેડિયાપાડા, વાઘોડિયા, નડિયાદ, સુરતના માંગરોળ, વાંસદા, નસવાડી, ઉમરેઠ અને જંબુસરનો સમાવેશ થાય છે. રાજ્યમાં કુલ ૬૨ તાલુકામાં વરસાદનું પ્રમાણ અડધા ઈંચથી વધારે રહ્યું હતું.

રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. બુધવારે પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરૃચ, સુરત, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં ગુરુવારે  પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ પડે તેની સંભાવના છે. આ પછી ૨૫ સપ્ટેમ્બરે આણંદ, વડોદરા, નર્મદા, ભરૃચ, તાપીમાં જ્યારે ૨૬ સપ્ટેમ્બરે વડોદરા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદને પગલે ૩ સ્ટેટ હાઇવે, ૩૧ પંચાયતના જ્યારે બે અન્ય માર્ગ સહિત કુલ ૩૬ માર્ગ હજુ પણ બંધ છે. જ્યાંના સ્ટેટ હાઇવે બંધ છે તેમાં રાજકોટ, અમરેલી, ભાવનગરનો સમાવેશ થાય છે. ૩૦થી વધુ રોડ બંધ હોય તેવું સળંગ ત્રીજા દિવસે બન્યું છે. ભારે વરસાદથી એસટીના ૧૧ રૃટ અને ૫૯ ટ્રીપ બંધ છે. જેના પગલે એસટીને કુલ રૃપિયા ૬૮ હજારથી વધુનું નુકસાન થયું છે.

વરસાદ

કયા તાલુકામાં વધારે વરસાદ?

તાલુકોજિલ્લોવરસાદ
જાંબુઘોડાપંચમહાલ૬.૩૭
બોડેલીછોટા ઉદેપુર૫.૨૭
જેતપુર પાવીછોટા ઉદેપુર૪.૭૬
ધોરાજીરાજકોટ૪.૦૧
વિસાવદરજુનાગઢ૩.૩૮
ક્વાંટછોટા ઉદેપુર૨.૮૭
વાલિયાભરૂચ ૨.૭૯
ડેડિયાપાડાનર્મદા૨.૬૩
વાઘોડિયાવડોદરા૨.૩૬
નડિયાદખેડા૨.૩૨

(મંગળવારે સવારે ૬થી સાંજે ૬ના વરસાદના આંકડા ઈંચમાં.)

RAIN

આગામી બે દિવસ કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?

૨૨ સપ્ટેમ્બર : પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરૃચ, સુરત, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ.

૨૩ સપ્ટેમ્બર : પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ.

READ ALSO :

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!