GSTV
Health & Fitness Life Trending

નિયત કરતા વધુ ઊંઘ લેવાથી થઈ શકે છે નુકસાન, આ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાનું વધી જાય છે જોખમ

સારા સ્વાસ્થ્ય માટે ઊંઘ ખુબ જ જરૂરી છે. આરોગ્ય નિષ્ણોતો દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવાની સલાહ આપે છે. તેના કારણે દિવસભરની થાક દૂર થઈ જાય છે અને વ્યક્તિ તાજગી અનુભવે છે. આ નાત મોટાભાગના લોકો જાણે છે કે ઊંઘની ઉણપને કારણે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. પરતું શું તમે જાણો છો કે વધુ પડતી ઊંઘ પણ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો આ અહેવાલમાં જાણીએ કે ઓવર સ્લીપિંગના કારણે શું નુકસાન થઈ શકે છે.

નિયત કરતા વધુ ઊંઘ લેવાના સંભાવિત નુકસાન

1. હૃદય રોગ

જો 8 કલાકની ઊંઘ લીધા પછી પણ વધુ ઊંઘ આવે છે તો જાગવા માટે એલાર્મ કે પરિવારના સભ્યોની મદદ લો, કારણ કે જો તમે લાંબો સમય સુધી સૂઈ રહેશો તો હૃદયને લગતી સમસ્યાઓ થવાની શક્યતા વધી શકે છે. તેનાથી કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ વધી જાય છે.

2. માથાનો દુખાવો

વ્યક્તિને જો પૂરતી ઊંઘ આવે તો તેનાથી થાક અને માથાનો દુખાવો દૂર થાય છે, પરંતુ જો તે નિયત કરતા વધુ ઊંઘવાની આદત ધરાવતા હોવ તો તેનાથી માથાનો દુખાવો થઈ શકે છે. આ ખરાબ જીવનશૈલીને બદલવાની જરૂર છે.

3. હતાશા

આપણે બધા જાણીએ છીએ કે ઓછી ઉંઘ લેવાથી તણાવ વધી શકે છે, પરંતુ વધુ ઊંઘ લેવાથી પણ આવી સમસ્યાઓ થઈ શકે છે. જે લોકો પોતાની ઊંઘ પર નિયંત્રણ રાખી શકતા નથી, તેઓ ઘણીવાર ડિપ્રેશનનો શિકાર બને છે.

4. સ્થૂળતા

જ્યારે વ્યક્તિએ એક નિયત મર્યાદાથી વધુ ઊંઘ લે છે, તો સ્વાભાવિક છે કે તે શારીરિક પ્રવૃત્તિઓ માટે સમય કાઢી શકશે નહિ.  આવી સ્થિતિમાં પેટ અને કમરની ચરબી વધી શકે છે. આના કારણે ડાયાબિટિઝ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ વધી શકે છે.  

(નોંધ –  આ લેખમાં દર્શાવવામાં આવેલી માહિતી સામાન્ય વિગતો પર આધારિત છે. કોઈપણ વસ્તુ અપનાવતા પહેલા ડોક્ટર અને નિષ્ણાતોની સલાહ લો. જીએસટીવી ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી અને જવાબદાર રહેશે નહિ. આ કોઈ ડોક્ટર કે નિષ્ણાતોની સલાહ નથી. અમારો મુખ્ય હેતુ માત્ર તમને સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવવાનો છે)

Also Read

Related posts

રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું

GSTV Web News Desk

આ દેશમાં વેચાય છે ૧૦ લાખ રુપિયાનું ૧ નંગ તરબૂચ, આરોગવું બધાના નસીબમાં નથી

Vishvesh Dave

ગુજરાતમાં આગામી 3-4 દિવસ સુધી હળવો વરસાદ થવાની શક્યતા, કેટલાક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર

GSTV Web News Desk
GSTV