GSTV
Gujarat Government Advertisement

મહબૂબા મુફ્તિની ધમકી, પીડીપી તૂટશે તો બીજા સલાઉદ્દીન જેવા આતંકીવાદી પેદા થશે

Last Updated on July 18, 2019 by Alap Ramani

પીડીપીના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિ પોતાની પાર્ટીમાં પરિવારવાદને તેમના દ્વારા અપાતા પ્રોત્સાહનના નામે ઉઠી રહેલા અવાજથી પરેશાન છે. પીડીપીના 14 ધારાસભ્યો પાર્ટી સાથે છેડો ફાડે તેવી શક્યતાને જોતા અને અમરનાથ યાત્રા બાદ સમાપન બાદ ભાજપ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાની હિલચાલ શરૂ થવાની શક્યતા છે. ત્યારે પીડીપીના પ્રમુખ મહબૂબા મુફ્તિએ કહ્યુ છે કે પીડીપીને તોડવાની કોશિશ કરવી જોઈએ નહીં.

પીડીપીને તોડવામાં આવશે, તો સલાઉદ્દીન પેદા થશે. તેમણે કહ્યુ છે કે 1987ની ચૂંટણીમાં ગડબડ થવાને કારણે જમ્મુ-કાશ્મીરમાં સલાઉદ્દીન અને યાસિન મલિક પેદા થયા છે. મહત્વપૂર્ણ છે કે સૈયદ સલાઉદ્દીન આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો ચીફ છે અને હાલ પીઓકેના મુઝફ્ફરાબાદ ખાતે રહીને આતંકી પ્રવૃત્તિઓ ચલાવે છે. જ્યારે યાસિન મલિક પણ ભૂતપૂર્વ આતંકવાદી છે અને ભાગલાવાદી સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો પ્રમુખ છે. મહબૂબા મુફ્તિએ કહ્યુ છે કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડતોડની રાજનીતિ કરે નહીં. આવી જોડતોડની રાજનીતિ 1990 જેવી સ્થિતિ પેદા કરશે.

Gujarat Government Advertisement

Related posts

BIG NEWS : રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાઓ પર લટકતી તલવાર : છેક કેન્દ્રમાંથી આવ્યો આ રિપોર્ટ, યોજાશે તો સરકાર ભરાશે

Pravin Makwana

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Pravin Makwana

તાનાશાહી/ 5 ભાઈબહેન ધરાવતા ભાજપના સીએમે કહ્યું કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાઓનાં નહીં મળે લાભ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!