GSTV
Home » News » સાવધાન! વધારે પડતો જ્યૂસ પીવો સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, જાણો કારણ

સાવધાન! વધારે પડતો જ્યૂસ પીવો સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, જાણો કારણ

શું તમને ફળ ખાવા કરતાં વધારે જ્યૂસ પીવાનું પસંદ છે? જો હા, તો સાવધાન થઈ જાઓ કારણકે જ્યૂસ પીવાથી માત્ર ફાયદો જ થાય છે એવું નથી. જ્યૂસ પીવાથી શરીરને નુકસાન પણ થાય છે.

કેટલાક એવા ફળો છે જેમકે સફરજન અને દ્રાક્ષ જે ડાયાબિટિસ માટે ફાયદાકારક છે પરંતુ જો આ ફ્રૂટનો જ્યૂસ બનાવીને પીવામાં આવે તો અસર ઊંધી થશે. આ જ્યૂસમાં કેલરી વધારે હોય છે. કોન્સન્ટ્રેટેડ શુગર, ફાયબર વધારે હોય છે. આ જ્યૂસ પીતાં જ પેટ ભારે લાગશે.

એક રિસર્ચ પ્રમાણે જે લોકોએ જમતા પહેલા સફરજનનો જ્યૂસ પીધો  વધારે ભૂખ લાગી અને વધુ ખોરાક ખાધો એ લોકોની સરખામણીમાં જેમણે માત્ર એક જ સફરજન ખાધું હતું.

જ્યૂસને ડેલી રૂટિનનો ભાગ બનાવવો અયોગ્ય છે. લોકો જ્યૂસ સ્વાસ્થ્ય માટે સારો છે તે વિચારીને પોતાના રોજિંદા ડાયટમાં સામેલ કરે છે. એવી કોઈ સાબિતી નથી કે જ્યૂસ હેલ્ધી છે, જ્યૂસને પણ ખાંડયુક્ત પદાર્થો જ ગણવો જોઈએ.

જ્યૂસ પીવા કરતાં ફળ ખાવાની આદત પાડવી. ઓછા લોકો જાણતા હશે કે જ્યૂસ પીવાથી વજન વધે છે. હેલ્થ બેનેફિટ્સ આગળ લોકો આ વાતને નજરઅંદાજ કરે છે. પરંતુ વધારે જ્યૂસ પીવાથી સ્થૂળતા આવે છે સાથે જ રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે.

જ્યૂસ પીવાથી બ્લડ શુગર લેવલ પર અસર થાય છે. આ સાથે જ માથું દુખવું, મૂડ સ્વિંગ્સ જેવી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. એટલે જ જ્યૂસ પીતી વખતે સાવધાની રાખવી. જ્યૂસ પીવો પણ તેને આદત ન બનાવવી. ક્યારેક ક્યારે સારો જ્યૂસ હોય તે પી શકો છો.

Related posts

26 વર્ષના ઢગા સાથે પ્રેમ કરી બેઠી 16 વર્ષની તરૂણી, શરીર સંબંધ બાંધતા જ થયું એવું કે….

Bansari

સુહાગરાતે જ બેડ પર વર્જિન હોવાનું સાબિત કરવું છે તો આ છે ઉપાય, પતિ પણ થઈ જશે ખુશ કે મેં જ…

Mayur

શિયાળાની ઋતુમાં ઘરે જ કરો ખાસ ઉપાય અને ગુલાબી હોઠનું વધારો સૌંદર્ય

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!